કુવૈતમાં નિધન પામેલા 45 ભારતીયોના મૃતદેહો લઇ IAFનું વિમાન કોચી પહોંચ્યું
- પેપર વર્ક પછી થશે વડાપ્રધાને કહ્યું છે નાયબ વિદેશ મંત્રી
માર્યા ગયેલાઓમાં 23 કેરલના, 7 તમિલનાડુના, 3 ઉ.પ્ર.ના, ૨ ઓડીશાના, અને એક એક બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પ.બંગાળ, ઝારખંડ અને હરિયાણાના છે : દૂતાવાસે કહ્યું
નવી દિલ્હી : બે દિવસ પૂર્વે કુવૈતમાં લાગેલી વિનાશક આગમાં નિધન પામેલા ૪૫ ભારતીય કામદારોના મૃતદેહો આજે સવારે ભારતીય વાયુ દળનાં વિમાન દ્વારા કેરળનાં કોચીમાં લાવામાં આવ્ય છે.
આ અતિગમખ્વાવર દુર્ઘટનામાં નિધન પામેલાઓનાં ૨૩ કેરલના, ૭ તમિલનાડુના, ૩ ઉત્તર પ્રદેશના, ૨ ઓડીશાના, અને એક એક બિહાર, પંજાબ, કર્ણાટક, મહારાષ્ટ્ર, પ.બંગાળ, ઝારખંડ અને હરિયાણાના છે. તેમ કુવેત સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું છે.
આ દુર્ઘટના પછી કુવૈત પહોંચી જવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ વિદેશ મંત્રી કીર્તિ વર્ધન સિંહને કુવૈત પહોંચી જવા જણાવ્યું હતું. તેઓએ કુવૈતના ફર્સ્ટ ડેપ્યુટી પી.એમ. શેખ ફુહાદ અલ યુસુફ અલ સબાહનો સંપર્ક સાધ્યો હતો. જેઓએ કુવૈત તરફથી તમામ સહાય આપવાની ખાતરી આપી હતી.
આ નશ્વર દેહોને લઇ એ વિશેષ વિમાન કેરલનાં કોચી વિમાનગૃહે પહોંચ્યું ત્યારે વિમાન ગૃહે પીનારાઈ વિજયન કેન્દ્રના મંત્રી સુરેશ ગોપી અને કેન્દ્રના પૂર્વ મંત્રી વી.મુરલીધરન પણ વિમાન ગૃહે ઉપસ્થિત હતા.
કુવૈતના મંગફ શહેરમાં આવેલાં એક છ માળનાં મકાનમાં લાગેલી આગમાં ૪૮ મજૂરોનાં નિધન થયાં હતાં જે પૈકી ૪૫ ભારતીયો હતો. ૩૩ ને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.
આ મકાનમાં કુલ ૧૭૬ કામદારો (ભારતીય) હતા. જે પૈકી લગભગ તમામને દાહ થયા હતા, પરંતુ જેમને ઓછા દાહ થયા હતા તેમને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
આ દુર્ઘટના પછી ભારત સરકારે દરેક મૃતકોનાં પરિજનોને તત્કાળ રૂ. બે લાખની સહાય જાહેર કરી હતી. તેટલું જ નહીં પરંતુ તે મૃતદેહોને પાછા લાવવા માટેનું પેપરવર્ક પછીથી કરવા પણ વડાપ્રધાને જણાવ્યું હતું.
મૃતદેહો તેટલી હદ સુધી સળગેલા હતા કે કામદારોની ઓળખ થઇ શકે તેમ જ ન હતી. તે હવે ડીએનએ ટેસ્ટ પરથી કરાશે. ભારતે સહાય બદલ કુવૈતનો આભાર માન્યો હતો.