એક સમયે દેશનો મુખ્ય વિપક્ષ રહેલી પાર્ટી સામે અસ્તિત્વનું જોખમ, જુઓ કેટલા મત અને બેઠક મળી
Lok Sabha Election Results 2024: એક સમયે દેશનો મુખ્ય વિપક્ષ રહેલી કમ્યુનિસ્ટ પાર્ટી માટે હવે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બની રહ્યું છે. બેઠકો ઘટવાના કારણે કમ્યુનિસ્ટ પાર્ટી રાજકારણમાં પણ અપ્રાસંગિત થતી જઈ રહી છે. ગઠબંધનમાં હોવા છતાં આ ચૂંટણીમાં ચાર ડાબેરી માત્ર આઠ બેઠકો જ જીતી શકી છે. પોતાના પરંપરાગત ગઢ કેરળ, પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં પણ તેમનું પ્રદર્શન ખૂબ ખરાબ રહ્યું છે.
આઝાદી બાદ કમ્યુનિસ્ટ પાર્ટી ત્રણ ચૂંટણી સુધી મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે રહી છે. ત્યારબાદ થયેલી ચૂંટણીમાં પણ તે ક્યારેક ત્રીજી તો ક્યારેક ચોથી મોટી રાજકીય પાર્ટી તરીકે રહી છે. જો વકે, આ વચ્ચે કમ્યુનિસ્ટ પાર્ટીમાં ભંગાણ પડ્યુ અને નવી પાર્ટી પણ બની. આ સિલસિલો 2024 સુધી ચાલુ રહ્યો. ત્યારબાદ પશ્ચિમ બંગાળમાં ડાબેરી સરકારનો સફાયો થયો તો સાંસદમાં પણ તેનું પ્રતિનિધિત્વ ઘટતું ગયું.
કેરળમાં મોટો ઝટકો
કેરળમાં માકપાના નેતૃત્વમાં હજું પણ ડાબેરીની સરકાર છે પરંતુ તેમ છતાં ત્યાં માકપા માત્ર એક જ બેઠક જીતી શકી. ગત ચૂંટણીમાં પણ એક જ બેઠક જીતી હતી. જોકે, ત્યાં માકપાની મત ટકાવારી 25.82 રહી હતી. જોકે, ભાકપાને 6.14% મત મળ્યા છે. કુલ 32% મત હાસંલ કરવા છતાં વામપંથી માત્ર એક જ બેઠક જીતી શકી. પશ્ચિમ બંગાળ અને ત્રિપુરામાં કોઈ બેઠક ન મળી. પશ્ચિમ બંગાળમાં વામપંથોને 6 અને ત્રિપુરામાં લગભગ 12% મત મળ્યા.
તમિલનાડુમાં માકપા અને ભાકપાએ I.N.D.I.A. ગઠબંધન સાથે ચૂંટણી લડી અને બે-બે બેઠકો જીતી. તે રાજસ્થાનમાં એક બેઠક જીતવામાં સફળ રહી. જ્યારે બિહારમાં ગઠબંધનમાં ભાકપા બે બેઠક જીતવામાં સફળ રહી. આમ કુલ આઠ બેઠકો ડાબેરીના ખાતામાં ગઈ છે જે ગત લોકસભા ચૂંટણીની તુલનામાં બે બેઠકો વધુ છે. પરંતુ જે રીતે આ વખતે વિપક્ષનું પ્રદર્શન શાનદાર રહ્યું છે તેની તુલનામાં આ ઓછી છે.
2004માં ડાબેરીઓએ કર્યું હતું શાનદાર પ્રદર્શન
2004ની ચૂંટણીમાં ડાબેરીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને UPAનો હિસ્સો બન્યા હતા. ત્યારે દેશમાં કોંગ્રેસ, ભાજપ બાદ માકપા ત્રીજી મોટી પાર્ટી તરીકે સામે આવી હતી. માકપાએ 43, ભાકપાએ 10, RSP અને ફોરવર્ડ બ્લોકે ત્રણ-ત્રણ બેઠકો જીતી હતી.
કેરળમાં કોંગ્રેસ ગઠબંધન સાથે-સાથે ભાજપના આગળ વધવાથી ડાબેરીઓને નુકસાન થઈ રહ્યું છે. કેરળમાં ભાજપ હિન્દુ મતોને પોતાના તરફ ખેંચી રહી છે. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના મત ભાજપ અને TMC તરફ વળ્યા છે. લગભગ આ જ સ્થિતિ ત્રિપુરાની છે.
કમ્યુનિસ્ટ પાર્ટીની મત ટકાવારી
2004- 7.85
2009- 7.46
2014- 4.55
2019- 2.46
2024- 2.54