VIDEO: ગર્લફ્રેન્ડ-ફેમિલી ગુમાવવાના દુઃખમાં 'એન્જિનિયર' બન્યો ભિખારી, હાલત જોઈ લોકો ભાવુક થયા
Bengaluru Man s Story Goes viral : સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેણે દરેકને ભાવુક કરી દીધા છે. બેંગલુરુના રસ્તા પર એક ભિખારી જોવા મળ્યો છે. જે આઈન્સ્ટાઈનની 'થિયરી ઑફ રિલેટિવિટી' પર અસ્ખલિત અંગ્રેજીમાં ચર્ચા કરી રહ્યો હતો. આ વ્યક્તિનો દાવો છે કે, તે એક સમયે એક મલ્ટીનેશનલ કંપનીમાં પ્રોડક્ટ એન્જિનિયર હતો, પરંતુ સમય બદલાતા તેમની આવી હાલત પર પહોંચી ગયા છે.
'માઈન્ડ ટ્રી ગ્લોબલ વિલેજ' માં પ્રોડક્ટ એન્જિનિયર તરીકે કામ કર્યુ
ઈન્સ્ટાગ્રામ યુઝર શરથે આ વ્યક્તિનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આ વ્યક્તિ પોતાના જ્ઞાન અને ફિઝિક્સના જટિલ સિદ્ધાંતો પર ચર્ચા કરતા જોવા મળે છે. શરથ દાવો કરે છે કે આ વ્યક્તિએ જર્મનીના ફ્રેન્કફર્ટમાંથી એમએસનો અભ્યાસ કર્યો છે અને અગાઉ 'માઈન્ડ ટ્રી ગ્લોબલ વિલેજ' માં પ્રોડક્ટ એન્જિનિયર તરીકે કામ કરતો હતો.
ગર્લફ્રેન્ડ અને માતા-પિતાને ગુમાવવાનું દુઃખ
શરથે જણાવ્યું કે, આ વ્યક્તિનું જીવન ત્યારે બદલાઈ ગયું જ્યારે તેણે ગર્લફ્રેન્ડ અને માતા-પિતાને ગુમાવી દીધા હતા. આ દુ:ખને દૂર કરવા તેણે દારૂનો સહારો લેવાનું શરૂ કર્યું. ત્યાર બાદ ધીરે ધીરે તેની હાલત આવી થઈ ગઈ છે કે, આજે તેને રસ્તાઓ પર ભટકવા મજબૂર થવુ પડ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં આ વ્યક્તિ બેંગલુરુના જયનગર વિસ્તારમાં જોવા મળી છે. જો કે, થોડા દિવસો પહેલા તે જયનગરના 4થા બ્લોકમાં નશાની હાલતમાં ભટકતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, 'જે લોકો ધર્મ અને જાતિની વાત કરે છે, તેઓ જુઓ કે હું શું બની ગયો છું'. તેના શબ્દોએ બધાને વિચારતા કરી દીધા.
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
આ વીડિયો વાયરલ થયા બાદ લોકો જોરદાર રીતે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા યુઝર્સે આ વ્યક્તિની વાર્તા પર દુઃખ વ્યક્ત કર્યું, જ્યારે કેટલાકએ તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં ભરતી કરવા માટે સૂચવ્યું હતું, કેટલાક યુઝર્સે તેની ઉત્તમ અંગ્રેજી અને ઊંડી સમજ જોઈને કહ્યું કે, જો તેને યોગ્ય મદદ મળે તો તે પોતાનું જીવન ફરી સારું બનાવી શકે છે.
શરથે આ માણસની યોગ્ય મદદ કરવાની કોશિશ કરી અને કેટલીક NGOનો પણ સંપર્ક કર્યો. જોકે, આ વ્યક્તિએ કોઈપણ પ્રકારની મદદ લેવાનો ઈન્કાર કર્યો હતો