Get The App

ભણેલી ગણેલી પત્ની ગુજરાન ભથ્થા માટે ઘરે બેસી ના રહી શકે : હાઇકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી

Updated: Feb 12th, 2025


Google NewsGoogle News
ભણેલી ગણેલી પત્ની ગુજરાન ભથ્થા માટે ઘરે બેસી ના રહી શકે : હાઇકોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી 1 - image


Orissa High Court On Divorce Case: ઓડિશા હાઇકોર્ટે છૂટાછેડાના એક કેસમાં મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. ઓડિશા હાઇકોર્ટે છૂટાછેડાના એક કેસમાં ફેમિલી કોર્ટ દ્વારા આપવામાં આવતી ભરણપોષણની રકમ ઘટાડતાં ઓરિસ્સા હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. કોર્ટનું કહેવું છે કે, જો પત્ની શિક્ષિત હોય અને નોકરીનો અનુભવ હોય, તો તે પતિ પાસેથી ગુજરાન ભથ્થું મેળવવા માટે ઘરે બેસી ના રહી શકે. તેમણે કામ કરવું જોઈએ. આ ઉપરાંત કોર્ટે ગુજરાન ભથ્થાંની રકમ 8૦૦૦ રૂપિયાથી ઘટાડીને 5૦૦૦ રૂપિયા પ્રતિ માસ કરી દીધી છે.

ભણેલી ગણેલી પત્ની ગુજરાન ભથ્થા માટે ઘરે બેસી ના રહી શકે 

ન્યાયાધીશ ગૌરીશંકર સતપતીએ કહ્યું કે, 'કાયદો એવી પત્નીઓની કદર નથી કરતો જે માત્ર એટલા માટે નિષ્ક્રિય રહે છે જેથી કરીને તે પતિ પર ગુજરાન ભથ્થાનો બોજ નાખી શકે. સારી અને ઉચ્ચ લાયકાત હોવા છતાં જો તે કામ કરવાનો પ્રયાસ ન કરે તો તે યોગ્ય નથી.'

આ પણ વાંચો: પૂણેમાં ગુલિયન બેરી સિન્ડ્રોમનો કહેર, અત્યાર સુધી 197 કેસ, 20 દર્દી વેન્ટીલેન્ટર પર, ઘણાં ICUમાં

ચુકાદો આપતાં ન્યાયાધીશે વધુમાં કહ્યું કે, 'સીઆરપીસીની કલમ 125 હેઠળની જોગવાઈનો ઉદ્દેશ્ય એવી પત્નીઓને રાહત આપવાનો છે જે પોતાનું ધ્યાન રાખવામાં અસમર્થ છે અને જેમની પાસે તેમના જીવનનિર્વાહ માટે પૂરતી આવક નથી.'

ઓડિશા 2025ને 'છૂટાછેડા નિવારણ વર્ષ' તરીકે ઉજવશે

આ વચ્ચે ઓડિશા સરકારે મંગળવારે યુવા યુગલોમાં છૂટાછેડાના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લગ્ન પહેલાના કાઉન્સેલિંગ કેન્દ્રો ખોલવાનો નિર્ણય લીધો. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મહિલા આયોગ(NCW)ના અધ્યક્ષ વિજયા રહાટકરના સૂચન બાદ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ નિર્ણય લીધો હતો. ડેપ્યુટી સીએમ પ્રભાતી પરિદાએ જણાવ્યું કે, ઓડિશા 2025ને 'છૂટાછેડા નિવારણ વર્ષ' તરીકે ઉજવશે.

તમને જણાવી દઈએ કે રહાટકર ઓડિશાના બે દિવસના પ્રવાસે છે અને તેમણે અહીં ઓડિશા રાજ્ય મહિલા આયોગના 32મા સ્થાપના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે રાજ્ય સચિવાલયમાં મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત કરી હતી. 


Google NewsGoogle News