એમવે ઇન્ડિયાએ રૃ. ૪૦૦૦ કરોડની ગેરકાયદે આવક અર્જિત કરી

એમવેએ છેતરપિંડી દ્વારા ૪૦૫૦ કરોડની આવક પ્રાપ્ત કરી હતી જેમાંથી ૨૮૫૯ કરોડ વિદેશમાં મોકલાયા

ઇડીએ સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News


(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૦એમવે ઇન્ડિયાએ રૃ. ૪૦૦૦ કરોડની ગેરકાયદે આવક અર્જિત કરી 1 - image

ભારતમાં મલ્ટી લેવલ માર્કેટિંગ (એમએલએમ) દ્વારા બિઝનેસ કરનારી કંપની એમવે ઇન્ડિયાએ ૪૦૦૦ કરોડ રૃપિયાની ગેરકાયદે આવક પ્રાપ્ત કરી છે અને તેમાંથી મોટા ભાગની રકમ વિદેશમાં સ્થિત બેંક ખાતાઓમાં મોકલવામાં આવી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એજન્સીએ એમવે ઇન્ડિયા એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડની વિરુદ્ધ હૈદરાબાદ સ્થિત વિશેષ પીએમએલએ(પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટમાં સોમવારે ચાર્જશીટ દાખલ કરી હતી.

એજન્સીના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ફરિયાદી પક્ષની ફરિયાદને ધ્યાનમાં રાખીને કોર્ટે આ અરજી ધ્યાનમાં લીધી છે. એમવે અને તેના ડાયરેક્ટરો સામે તેલંગણા પોલીસે દાખલ કરેલી વિવિધ એફઆઇઆરને આધારે ઇડીએ મની લોન્ડરિંગનો ક્રિમિનલ કેસ દાખલ કર્યો હતો.

એજન્સીએ આરોપ મૂક્યો છે કે કંપનીએ માલના વેચાણની આડમાં નાણાંનું અયોગ્ય રીતે સર્ક્યુલેશન કર્યુ હતું. લોકોને મોટું કમિશન અને પ્રોત્સાહન રકમની લાલચ આપી તેમની સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી.

જો કે એમવેના પ્રવકતાએ જણાવ્યું છે કે ઇડી દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ ૨૦૧૧ની તપાસ સાથે સંબધિત છે અને અમે ત્યારથી તેમને તપાસમાં સહકાર આપી રહ્યાં છે.

ઇડીએ જણાવ્યું છે કે એમવેએ છેતરપિંડી આચરીને કમિશન પેટે ૪૦૫૦ કરોડ રૃપિયાની આવક પ્રાપ્ત કરી હતી. જેમાંથી ૨૮૫૯ કરોડ રૃપિયા વિદેશમાં સ્થિત બેંક ખાતાઓમાં મોકલી દેવામાં આવ્યા હતાં. આ રકમ ડિવિડન્ડ, રોયલ્ટી અને અન્ય ખર્ચાઓના નામે વિદેશમાં મોકલવામાં આવી હતી.

 

 


Google NewsGoogle News