Get The App

ભાગવાનો પ્રયાસ કરી રહેલા ગેંગસ્ટર ગુરશરણને ઠાર મરાયો, પંજાબ પોલીસની મોટી કાર્યવાહી

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
Punjab


Punjab Police Encounter : પંજાબ પોલીસને મોટી સફળતા હાંસલ થઈ છે. અમૃતસરના વ્યાસ નજીક પોલીસ અને ગેંગસ્ટરો આમને સામને આવી જતાં, પોલીસે જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર કર્યું હતું. જેમાં ગેંગસ્ટર એલ. હરીકેના સાથી ગુરશરણનું મોત નીપજ્યું. જેમાંથી અન્ય એક ગેંગસ્ટર ભાગવામાં સફળ રહ્યો હતો. તાજેતરમાં એક ગેંગસ્ટરે વચેટિયાની હત્યા કરી નાખી હતી.

ગેંગસ્ટરોએ ઝાડીમાં છુપાયેલી બંદૂક ઉપાડી

પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે ગેંગસ્ટર અને અન્ય આરોપીઓને હત્યાના કેસમાં કેટલીક વસૂલાત કરવા માટે અમૃતસરના એક સ્થાન પર લાવવામાં આવ્યા હતા. ગેંગસ્ટર ગુરશરણ અને પારસને અમૃતસરમાં એક જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બંને ગેંગસ્ટરોએ ઝાડીમાં છુપાયેલી બંદૂક ઉપાડી હતી અને ભાગવાનો પ્રયાસ કરતી વખતે અમૃતસર ગ્રામીણ પોલીસકર્મીઓ પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીર: ઓમર અબ્દુલ્લાના ધારાસભ્યની રેલીમાં ટોળાનો હુમલો, અનેકને ઈજા, વાહનોમાં તોડફોડ, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

પોલીસે સેલ્ફ ડિફેન્સમાં ગોળીબાર કર્યો

પોલીસે જણાવ્યું હતું કે, પોલીસ અને ગેંગસ્ટર આમને સામને આવતા પોલીસ કર્મચારીઓએ સેલ્ફ ડિફેન્સમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ગુરશરણનું મોત થયું, જ્યારે પારસ નદીમાં કૂદીને ભાગી ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરાર પારસને પકડવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.


Google NewsGoogle News