જેલમાં કેદ સાંસદ અમૃતપાલ સિંહનો ભાઈ પણ મુશ્કેલીમાં ફસાયો, પંજાબ પોલીસે ડ્રગ્સ સાથે ઝડપ્યો
Harpreet Singh arrested: પંજાબના જલંધરમાં દેહાત પોલીસે શ્રી ખડૂર સાહિબથી નવા ચૂંટાયેલા સાંસદ અને ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહના ભાઈ હરપ્રીત સિંહને આઈસ (ડ્રગ્સ) સાથે ધરપકડ કરી લીધી છે. સૂત્રોએ આપેલી જાણકારી અનુસાર હરપ્રીત સિંહ પાસેથી પોલીસને 5 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યો છે.
પોલીસે કરી પુષ્ટી
હરપ્રીત સિંહની ધરપકડની પુષ્ટી જલંધર દેહાત પોલીસના એસએસપી અંકુર ગુપ્તાએ કરી હતી. તેમણે કહ્યું કે જલદી જ અમે મીડિયા સમક્ષ વધુ જાણકારી શેર કરીશું. અમે હરપ્રીતની ધરપકડ કરી લીધી છે. તેની પાસેથી આઈસ(ડ્રગ્સ) મળી આવ્યો છે. જોકે તેમણે આ ડ્રગ્સની માત્રા કેટલી હતી તે વિશે કોઈ ચોક્કસ જાણકારી શેર કરી નથી.
આ પણ વાંચો : લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત
ખડૂર સાહિબ બેઠકથી જીત્યો હતો અમૃતપાલ
અમૃતપાલ પંજાબની ખડૂર સાહિબ બેકઠ પરથી લોકસભા ચૂંટણી જીત્યો હતો. તેણે 197120 વોટ માર્જિનથી જીત મેળવી હતી. અમૃતપાલને 404430 વોટ મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના કુલબીર સિંહ જીરાને 207310 વોટ મળ્યા હતા. અમૃતપાલ હાલમાં આસામની જેલમાં કેદ છે. જેલમાંથી જ તેણે ચૂંટણી લડી હતી. વારિસ પંજાબ દે સંગઠનના પ્રમુખ અમૃતપાલની ગત વર્ષે નેશનલ સિક્યોરિટી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ હતી.