રેડિયો ઓડિશન માટે અમીન સયાનીને મળવા અમિતાભ બચ્ચને કલાકો સુધી ઉભા રહેવું પડેલું
રેકોર્ડિગમાં વ્યસ્ત હોવાથી સયાનીએ મળવાની ના પાડી દીધી હતી
અમિતાભની ઇચ્છા ઓલ ઇન્ડિયા રેડિયોના ઉદ્દઘોષક બનવાની હતી
નવી દિલ્હી,૨૧ ફેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
રેડિયોમાં હિંદુસ્તાનના અવાજ તરીકેની ઓળખ ધરાવતા સ્વ અમીન સયાનીએ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. ૧૯૬૦ પોતાનું કિસ્મત અજમાવવા માટે મુંબઇ આવેલા અમિતાભ બચ્ચન ઓલ ઇન્ડિયા રેડિયોનો ઉદ્દઘોષક બનવા ઇચ્છતા હોવાથી મુંબઇ ઓલ ઇન્ડિયા રેડિયોમાં ઓડિશન ટેસ્ટ માટે આવ્યા હતા.
અમિતાભની ઇચ્છા રેડિયોના સ્ટાર ઉદ્ઘોષક અમિન સયાનીને મળવાની હતી પરંતુ રેડિયોના પ્રોગામ રેકોર્ડિગમાં એટલા બધા વ્યસ્ત રહેતા હતા કે કલાકો સુધી ઉભા રહેવા છતાં તેને અમિન સયાની મળ્યા ન હતા. અમિન સયાની એક વાર કહેલું કે દુબળું પાતળું શરીરવાળો અમિતાભ નામનો યુવાન અનેક વાર આવીને મળવાની જીદ્ કરતો પરંતુ એ સમયે મારી પાસે તેને મળવા માટે સમય ન હતો. મેં દર વખતે પટ્ટાવાળાની મદદથી જ તેની સાથે વાતચિત કરી હતી.
રેડિયો અને ટેલિવિઝન એડવર્ટાઇઝિંગ પ્રેકિટશનર્સ એસોસિએશનના એવોર્ડસ દરમિયાન અમીન સયાનીએ સ્પષ્ટતા કરી હતી કે અમિતાભનો અવાજ ઓડિશન લીધા વિના જ રિજકટ કરી દીધા હતા.જો તેનો અવાજ સાંભળ્યો હોતતો મને પણ ગમ્યો હોત અને કામ પણ આપ્યું હોત. ઓડિશન ટેસ્ટમાં સફળતા ના મળતા અમિતાભે બોલીવુડમાં એકટર તરીકે નસીબ અજમાવ્યું હતું.
એ જમાનાના લોકપ્રિય કલાકાર રાજેશખન્ના સાથેની આનંદ ફિલ્મ જોઇ ત્યારે અમીન સાયાની એ માની ના શકયા કે એ જ અમિતાભ છે જેને ઓડિશન ટેસ્ટ માટે કલાકો સુધી ઉભા રહેવું પડયું હતું. જો કે અમિતાભનો ઓડિશન ટેસ્ટ જ થયો ન હતો આથી અમીન સયાનીએ અમિતાભનો અવાજ રિજેકટ કરેલો તે વાત સાચી નથી.
૫૪૦૦૦થી વધુ રેડિયો કાર્યક્રમ અને ૧૯૦૦૦ જિંગલમાં અવાજ આપ્યો
અમીન સયાનીના નામે ૫૪૦૦૦થી વધુ રેડિયો કાર્યક્રમ પ્રોડયૂસ, કમ્પેઅર કે વોઇસ ઓવર કરવાનો રેકોર્ડ છે. લગભગ ૧૯૦૦૦ જેટલા જિંગલમાં પોતાનો અવાજ આપીને અમીન સયાનીનું નામ લિમ્કા બુકસ ઓફ રેકોર્ડસમાં નોંધાયું હતું. તેમણે ભૂત બંગલા,તીન દેવિયાં અને કત્લ જેવી ફિલ્મોમાં એનાઉન્સર તરીકે કામ કર્યુ હતું. રેડિયો પર બોલિવુડ સિતારા પર આધારિત તેમનો કાર્યક્રમ 'એસ કુમાર્સ કા ફિલ્મી મુકદમા' ખૂબ લોકપ્રિય થયો હતો