‘શરદ પવાર દેશમાં કરપ્શનના કિંગપિન...’, મહારાષ્ટ્રના અધિવેશનમાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
Sharad Pawar and Amit Shah


Amit Shah Targets Sharad Pawar: ‘કોંગ્રેસ ક્યારે ગરીબ લોકોનું કલ્યાણ કરી શકતી નથી. માત્ર ભાજપ જ લોકહિત અને ગરીબોનું કલ્યાણ કરી શકે છે. શરદ પવાર તો દેશમાં કરપ્શનના કિંગપિન છે. તેમણે આપણા દેશમાં ભ્રષ્ટાચારને સામાન્ય બનાવી દીધો છે.’ પૂણેમાં યોજાયેલા ભાજપ અધિવેશનમાં કોંગ્રેસ પર નિશાન તાકતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. 

મરાઠા આરક્ષણનો અંત આવી જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, 'શરદ પવાર દેનમાં કરપ્શનના કિંગપિન છે. આ દરમિયાન જો મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર આવશે તો મરાઠાઓને મળતા અનામત સામે શરદ પવારની મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA) સરકાર બનવાની સાથે  જ મરાઠા અનામતનો અંત આવી જશે. '

કોંગ્રેસ ક્યારેય ગરીબ લોકોનું કલ્યાણ કરી શકતી નથી 

આ દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, 'કોંગ્રેસ ક્યારેય ગરીબ લોકોનું કલ્યાણ કરી શકતી નથી. ફક્ત ભાજપ જ લોકહિત અને ગરીબોનું કલ્યાણ કરી શકે છે. જેમાં કોંગ્રેસ દલિત, આદિવાસી અને અન્ય ગરીબોના ઉત્થાન માટે કામ કરે છે તેવી અફવાનો ફેલાવો કરવામાં વ્યસ્ત છે, પરંતુ અમે પૂછી રહી રહ્યાં છીએ કે આટલા વર્ષથી કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે તેમને દલિત, આદિવાસી અને ગરીબો માટે કામ કરવા માટે કોણે રોક્યાં હતા. રાજીવ ગાંધીનો નારો હતો કે, 'હમ દો, હમારે દો', પરંતુ તેઓ 15 વર્ષથી વિપક્ષમાં બેઠા છે.'

મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં ફરી સત્તામાં આવીશું

મહારાષ્ટ્રમાં સત્તા હાંસલ કરવા અંગે તેમણે કહ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત જીત હાંસલ કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં પણ જીત મેળવશે. તેમજ 2014, 2019 પછી 2024માં ભાજપ હેટ્રિક પૂરી કરશે. આ સાથે ભાજપના નેતૃત્વમાં મહા ગઠબંધનની સરકાર ફરી સત્તામાં આવશે. મારા શબ્દો પર ધ્યાનમાં રાખજો, અમે સત્તામાં આવવા માટે બીજાની જેમ વિચારધારા સાથે બાંધછોડ નથી કરી.'

370 કલમનો અંત લાવીને કાશ્મીરવાસીઓને આઝાદ કર્યાં

કાશ્મીરની વાત કરતા તેમણે કહ્યું કે, 'હું પૂણે આવ્યો છે. જ્યારે ઔરંગઝેબે કાશી વિશ્વનાથ મંદિરને નષ્ટ કર્યું હતું, ત્યારે જીજીબાઈએ નિરાશ થઈને શિવાજીને બદલો લેવામાં માટે કહ્યું હતું. તેવામાં અહીં આપણા પીએમ મોદીએ મને કાશી વિશ્વનાથ કોરિડોરની જવાબદારી આપી છે. દેશ યુનિફોર્મ સિવિલ કોડની રાહ જોઈ રહ્યો છે. મત બેંકની રાજનીતિએ આપણા દેશને ભાગલામાં વહેંચી દીધો છે. બીજી તરફ, પાછલા 10 વર્ષમાં પીએમ મોદીએ કાશ્મીરમાંથી 370 કલમનો અંત લાવીને કાશ્મીરવાસીઓને આઝાદ કર્યાં છે.'

‘શરદ પવાર દેશમાં કરપ્શનના કિંગપિન...’, મહારાષ્ટ્રના અધિવેશનમાં અમિત શાહના વિપક્ષ પર પ્રહાર 2 - image


Google NewsGoogle News