Get The App

'ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે': મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા

Updated: Nov 13th, 2024


Google NewsGoogle News
'ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370 નહીં હટે': મહારાષ્ટ્રમાં અમિત શાહ કોંગ્રેસ પર વરસ્યા 1 - image


Image Source: Twitter

Amit Shah On Article 370: જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ કલમ 370ને લઈને ઘમાસાણ મચ્યું છે. કેન્દ્ર શાસિત પ્રદેશની ઓમર અબદુલ્લા સરકાર સતત એવું કહી રહી છે કે, અમે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 પાછી લાવીને રહીશું. આ મુદ્દે રાજ્યની વિધાનસભામાં પણ ઘણી વખત ગરમાગરમીની સ્થિતિ બની ચૂકી છે. હવે આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મોટું નિવેદન આપ્યું છે. 

કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે

મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના સિંધખેડામાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, 'કોઈ પણ કિંમત પર જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.' તેમણે આગળ કહ્યું કે, 'મહાયુતિનો અર્થ છે 'વિકાસ' અને અઘાડી (મહાવિકાસ અઘાડી)નો અર્થ છે 'વિનાશ'. હવે તમારે નક્કી કરવાનું છે કે, વિકાસ કરનારાને સત્તામાં લાવવા છે કે, વિનાશ કરનારાને.'

આ પણ વાંચો: VIDEO: નીતિશે ફરી જાહેર મંચ પર PM મોદીના ચરણસ્પર્શ કરવા કર્યો પ્રયાસ, જુઓ પછી શું થયું

ઈન્દિરા ગાંધી સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ કલમ 370.....

અમિત શાહે આગળ કહ્યું કે, રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસીની વાત કરી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી તો શું જો ઈન્દિરા ગાંધી પણ સ્વર્ગમાંથી ઉતરી આવશે તો પણ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની વાપસી નહીં થશે.

ત્રીજા નંબર પર હશે ભારતની અર્થવ્યવસ્થા

પૂર્વ પીએમ મનમોહન સિંહ પર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે, 'પીએમ મોદીએ દેશને સમૃદ્ધ અને સુરક્ષિત બનાવ્યો છે. મનમોહન સિંહના સમયમાં ભારત વિશ્વ અર્થવ્યવસ્થાની યાદીમાં 11મા સ્થાને હતું, પરંતુ મોદીએ દેશને પાંચમા સ્થાને લાવી દીધો છે. 2027માં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. આઘાડી લોકો (મહા વિકાસ આઘાડી) ખોટા વાયદા કરે છે.'


Google NewsGoogle News