Get The App

2028થી ભારત નહીં કરે દાળની આયાત, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી કરાશે ડાયરેક્ટ ખરીદીઃ અમિત શાહ

ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માગે છે

કેન્દ્ર સરકાર કઠોળની ઓનલાઈન ખરીદી કરશે

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
2028થી ભારત નહીં કરે દાળની આયાત, વેબ પોર્ટલ દ્વારા ખેડૂતો પાસેથી કરાશે ડાયરેક્ટ ખરીદીઃ અમિત શાહ 1 - image


Atmanirbhar Bharat: કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2027 સુધીમાં ભારતને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાની દિશમાં મોટો નિર્ણય લીધો છે. દેશમાં ખેડૂતો તુવેર દાળની ખેતી વધુ કરે તે માટે સરકારે એક યોજના શરૂ કરી છે. સરકારી એજન્સી નાફેડ(NAFED) અને એનસીસીએફ (NCCF)એ વેબ પોર્ટલ લોન્ચ કરી છે, જેના પર ઉત્પાદન કરતા ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવે ઓનલાઈન નોંધણી કરી વેચી શકે છે. ખેડૂતો તેમની ઉપજની ચૂકવણી ડીબીટી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં કરવામાં આવશે.

જાન્યુઆરી 2028થી દાળની આયાત કરવામાં આવશે નહીં: અમિત શાહ 

કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે આ વેબ પોર્ટલ લોન્ચ કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું કે, ચણા અને મગ સિવાય અન્ય કઠોળના ઉત્પાદનમાં ભારત આત્મનિર્ભર નથી, જે આયાત કરવા પડે છે. કઠોળની આયાત ભારત માટે સન્માનજનક નથી. ડિસેમ્બર 2027 પહેલા ભારત કઠોળ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને જાન્યુઆરી 2028થી એક કિલો દાળ પણ આયાત નહીં કરે.

ખેડૂત ઓનલાઈન તુવેર દાળ વેચી શકશે

વેબ પોર્ટલ લોન્ચ કરતા કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહે જણાવ્યું કે, નાફેડ અને એનસીસીએફના પોર્ટલ પર ખેડૂતોને કઠોળની ખેતી કરતા પર નોંધણી કરાવવી પડશે. પાકના ઉત્પાદન બાદ ખેડૂતો તેમની તુવેર દાળને MSP પર ઓનલાઈન વેચી શકે છે. તેમણે કહ્યું કે જો દાળની કિંમત MSP કરતા વધારે હશે તો સરકાર વધુ કિંમત આપવા માટે ફોર્મ્યુલા તૈયાર કરશે. આ વેબ પોર્ટલ શરૂ થવાથી અને ભારત કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનશે, દેશના સામાન્ય લોકોને સસ્તા ભાવે કઠોળ મળી શકશે.


Google NewsGoogle News