Get The App

'આપણા દેશે ઘણાં સરમુખત્યારોના અહંકારને તોડ્યું...', રાજ્યસભામાં અમિત શાહનું સંબોધન

Updated: Dec 17th, 2024


Google NewsGoogle News
Amit shah


Amit Shah : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મંગળવારે (17 ડિસેમ્બર) 'ભારતના બંધારણની 75 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા' ચર્ચા પર રાજ્યસભાને સંબોધિત કર્યું હતું. સંબોધનની શરૂઆતમાં અમિત શાહે ગૃહમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. પછી તેમણે ભારતના ગૌરવ અંગે વાત કરતા કહ્યું હતું કે, 'આપણા દેશે ઘણાં સરમુખત્યારોના અહંકારને તોડ્યું છે.'

સરદાર પટેલનો આભાર વ્યક્ત કર્યો

અમિત શાહે કહ્યું કે, 'મોદી સરકાર માટે બંધારણ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ વંચિતોના કલ્યાણ અને રાષ્ટ્ર નિર્માણ માટે મૂળભૂત પ્રેરણા છે. હું સરદાર પટેલના પ્રયાસોનો આભાર માનવા માગુ છું, તેમના કારણે આપણો દેશ આજે એક થઈ ગયો છે અને વિશ્વની સામે માથું ઉંચુ રાખીને ઉભો છે. આ દેશે ઘણા સરમુખત્યારોના અહંકારને તોડ્યું છે. સંસદના બંને ગૃહોમાં ચર્ચા દેશના યુવાનો માટે શૈક્ષણિક હશે. તે દેશના લોકોને સમજવામાં પણ મદદ કરશે કે કઈ પાર્ટીએ બંધારણનું સન્માન કર્યું છે.'

આ પણ વાંચોઃ સંજય સિંહ પર નવી આફત, CM પ્રમોદ સાવંતની પત્નીએ 100 કરોડનો માનહાનિનો કેસ કર્યો

ભારતે બ્રિટનને પાછળ છોડી દીધું

કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 'છેલ્લા 75 વર્ષોમાં ઘણા એવા દેશ છે જે આઝાદ થયા અને નવી શરૂઆત કરી, પરંતુ ત્યાં લોકશાહી સફળ નથી થઈ. પરંતુ આપણા લોકતંત્રના મૂળ ખૂબ ઊંડા છે. આપણે વિનાશ વિના આઝાદી મેળવી છે. આપણા દેશના લોકોએ અને આપણા બંધારણે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે જેઓ કહેતા હતા કે આપણે ક્યારેય આર્થિક રીતે સ્વતંત્ર નહીં થઈ શકીએ. આજે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ. આપણે બ્રિટનને પાછળ છોડી દીધું છે.'

આ પણ વાંચોઃ નહેરુ-એડવિનાના પત્રોનું ભૂત ફરી ધૂણ્યું, જાણો આઝાદીના 78 વર્ષ પછીયે કેમ છુપાવી રખાયા છે



Google NewsGoogle News