BJP IT સેલના વડા અમિત માલવીય પર RSS કાર્યકરનો યૌનશોષણનો આરોપ, 10 કરોડનો માનહાનિનો દાવો
BJP IT Cell Chief: BJPના આઈટી સેલના વડા અમિત માલવીય આજકાલ વધુ ચર્ચામાં છે. યૌન શોષણના આરોપ બાદ તાજેતરમાં ટ્વિટર પર એક ટ્રેન્ડ બાદ હવે ફરી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના નેતાને 10 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. RSSના એક સભ્યએ BJP IT સેલના વડા અમિત માલવીય પર યૌન શોષણમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ આરોપો સાથે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળોએ માલવીયની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે અને તેમને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ પણ કરી છે. બીજી તરફ અમિત માલવીયએ પણ આ મુદ્દે હવે પલટવાર કર્યો છે. તેમણે આરોપ લગાવનારા આરએસએસ સભ્ય શાંતનુ સિન્હા સામે 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. તેમજ અપમાનજનક પોસ્ટ હટાવવાની માંગ કરી છે.
વકીલ દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, મારા અસીલ પર કથિત રીતે જાતીય ગેરવર્તણૂકનો ખોટા આરોપોનું સ્વરૂપ અત્યંત વાંધાજનક છે. આ આરોપોને કારણે મારા માન-સન્માન અને પ્રતિષ્ઠાને નુકસાન થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શાંતનુ સિન્હાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આક્ષેપ લગાવ્યો હતો કે માલવીય પશ્ચિમ બંગાળમાં રોકાણ દરમિયાન મહિલાઓ સાથે ગેરકાયદે સંબંધો રાખતા હતા. માત્ર 5 સ્ટાર હોટલોમાં જ નહીં, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપની ઓફિસોમાં પણ મહિલાઓનું યૌન શોષણ કરે છે. કોંગ્રેસે કહ્યું કે ભાજપ પાસે અમારી માંગ છે કે મહિલાઓના ન્યાયના હિતમાં તેમને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે. અમિત માલવીય રાજીનામું નહીં આપે ત્યાં સુધી આ મામલે નિષ્પક્ષ તપાસ કરવી શક્ય નથી.
મહિલાઓ માટે ન્યાયની માંગ
સુપ્રિયા શ્રીનેતે કહ્યું, અમે ભાજપ પાસે બંગાળમાં મહિલાઓ માટે ન્યાયની માંગ કરીએ છીએ. લખીમપુર હોય, હાથરસ હોય, બિલકિસ બાનો હોય કે પછી આપણા એથલીટ હોય, ગુનેગારોને દરેક વખતે રાજકીય રક્ષણ આપવામાં આવ્યું છે. આ વખતે આરોપીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. હું આશા રાખું છું કે સરકાર આ બાબતે ચોક્કસ નક્કર નિર્ણય લેશે.