'ઈદ-ક્રિસમસ મનાવે છે, પરંતુ રામ નવમીની શોભાયાત્રામાં સામેલ ન થયા', મમતા બેનર્જી પર ભાજપનો કટાક્ષ
Ramnavami in West Bengal: રામ નવમીનો ઉત્સવ સમગ્ર દેશમાં ધૂમધામથી મનાવવામાં આવ્યો. પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ જેવા અનેક રાજ્યોમાં શોભાયાત્રા અને રેલીઓ યોજાઈ હતી. ત્યારે રામ નવમી પર રાજનીતિ પણ થઈ રહી છે. ભાજપના આઈડી સેલના પ્રમુખ અમિત માલવીયે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર પ્રહાર કર્યા હતા.
સોશિયલ મીડિયા X પર તેમણે લખ્યું હતું કે, રામ નવમી પર પશ્ચિમ બંગાળ ભગવા સાગરમાં બદલાઈ ગયું, તેમ છતાં મમતા બેનર્જીએ આ લીલો રંગ આપવાનો પ્રયાસ કર્યો. કેટલાક લોકોએ તેમના દ્રષ્ટિકોણ પર સવાલ ઉઠાવ્યા છે. કેટલાક દિવસ પહેલા તેઓ રેડ રોડ પર હતા, ઈદના જશ્નમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યા હતા. તેઓ નિયમિત રીતે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ પાર્ક સ્ટ્રીટમાં પ્રાર્થનામાં ભાગ લે છે, તેમ છતાં તેમણે એક પણ રામ નવમી શોભાયાત્રામાં ભાગ ન લીધો. તેમના કામોથી સ્પષ્ટ ખબર પડે છે, હિન્દુઓને બીજા દરજ્જાના નાગરિક માનવા અને તેમની આસ્થા અને પરંપરાઓ પ્રત્યે તિરસ્કાર કરવો.
રામ નવમી અવસર પર બંગાળમાં કેટલીક શોભાયાત્રાઓ યોજાઈ અને કાર્યક્રમ આયોજિત કરાયો. અશાંતિની શક્યતાઓને ધ્યાને રાખતા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ બંને નેતાઓએ આ ઉત્સવમાં ભાગ લીધો. આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી પહેલા એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પૂર્વ મેદિનીપુર જિલ્લાના નંદીગ્રામના સોનાચુરા ગામમાં રામ મંદિરની આધારશિલા રાખી. પશ્ચિમ બંગાળમાં રામ નવમીના અવસરે અંદાજિત 2,500 શોભાયાત્રાઓ યોજવાનો કાર્યક્રમ હતો.