Get The App

ગુજરાતમાં રહસ્યમય ફ્લૂ વચ્ચે હવે યુપીમાં સ્વાઈન ફ્લૂનો આતંક, મૃત્યુનો સિલસિલો શરૂ થતાં તંત્ર ટેન્શનમાં

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં રહસ્યમય ફ્લૂ વચ્ચે હવે યુપીમાં સ્વાઈન ફ્લૂનો આતંક, મૃત્યુનો સિલસિલો શરૂ થતાં તંત્ર ટેન્શનમાં 1 - image


Image: Freepik

Swine Flu Alert: યુપીમાં સ્વાઈન ફ્લૂ એટલે કે ઇન્ફ્લુએન્ઝા H1N1 વાયરલના સંક્રમણની દસ્તકે આરોગ્ય વિભાગની ચિંતા વધારી દીધી છે. વાયરલ સંક્રમણની સિઝનમાં સ્વાઈન ફ્લૂના બે કેસ આવવાથી ભયનો માહોલ સર્જાયો છે. આરોગ્ય વિભાગ તરફથી સ્વાઈન ફ્લૂથી બચવા માટે એલર્ટ જારી કરી દેવાયું છે. 

શહેરના ઉર્સલા, કાંશીરામ અને એલએલઆર હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની તપાસ અને તેમને આઈસોલેટ કરવા માટે વોર્ડ સુરક્ષિત કરી દેવાયા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખાંસી, તાવ, શરદી વાયરલથી ગ્રસિત દર્દી ઝડપથી શ્વાસ લેવો, શ્વાસ લેવામાં તકલીફ અને તાવને બિલકુલ અવગણે નહીં અને ડોક્ટરની સલાહ જરૂર લે. 

તાવ અને શ્વાસ લેવામાં તકલીફને અવગણશો નહીં

ડોક્ટરે જણાવ્યું કે સ્વાઈન ફ્લૂના મૂળ લક્ષણ સિઝનેબલ ફ્લૂ જેવા જ હોય છે, જેમાં તાવ, ગળામાં ખારાશ, ખાંસી, નાક બંધ થવું, ઠંડી લાગવી, માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો, થાક અને ક્યારેક જાડા અને ઉલટી સામેલ હોય છે. જો કોઈને તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તેને અવગણશો નહીં. 

સ્વાઈન ફ્લૂથી થઈ ચૂક્યું છે એમબીબીએસ વિદ્યાર્થિનીનું મોત

સપ્ટેમ્બર 2022માં સ્વાઈન ફ્લૂની ચપેટમાં આવવાથી એમબીબીએસની વિદ્યાર્થિનીનું મોત થઈ ચૂક્યું છે. જેમાં લખનૌની કિંગ જ્યોર્જ મેડીકલ યુનિવર્સિટીના રિપોર્ટથી સ્વાઈન ફ્લૂ એટલે કે ઈન્ફ્લૂએન્ઝા એચ1એન1 વાયરલ સંક્રમણની જાણ થઈ હતી. તે બાદ લખનૌથી આવેલી ટીમે મેડીકલ કોલેજ પરિસર અને હોસ્ટેલની તપાસ કરી હતી. 

આ બાબતોનું ધ્યાન રાખવું

શક્ય હોય ત્યાં સુધી ભીડ ધરાવતાં સ્થળ જેમ કે થિયેટર, રેલવે સ્ટેશન, મેળો, હોટલમાં જવાનું ટાળવું.

ફ્લૂ પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવવાથી બચવું.

મોઢા પર હાથ મૂકીને ખાંસી ખાવી અને છીંકવું.

ભીડમાં જતી વખતે માસ્કનો ઉપયોગ કરો.

ડોક્ટરની સલાહ વિના દવાઓ ન ખાવી.

શરદી, ઠંડી લાગવી, ખાંસી, તાવની ફરિયાદ પર ડોક્ટરનો સંપર્ક કરવો.

હાથ મિલાવવાનું ટાળવું.

ભોજન કર્યાં પહેલા સારી રીતે હાથ ધોવા.

બચાવ માટે દર વર્ષે તેની વેક્સિન લેવી.

સ્વાઈન ફ્લૂને લઈને કોર્પોરેશન એલર્ટ

કાનપુર શહેરમાં સ્વાઈન ફ્લૂના કેસ સામે આવ્યા બાદ કોર્પોરેશન એલર્ટ થઈ ગયુ છે. ડુક્કરને પકડવા માટે કોર્પોરેશનની ઢોર પકડવાની ટીમોને મોહલ્લા પર નજર રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. ખુલ્લા સ્થળો અને રસ્તા પર જો ડુક્કર ફરતાં જોવા મળે તો કોર્પોરેશન તેને પકડીને હરાજી કરશે.


Google NewsGoogle News