મહારાષ્ટ્ર ચૂંટણીના મોટા સમાચાર, કોંગ્રેસે CM પદ પર દાવો ઠોક્યો, દિગ્ગજે કહ્યું- MVA જીતશે તો...
Maharastra election 2024 | મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ માંગ કરી હતી કે મહાવિકાસ અઘાડી સીએમના ચહેરા અંગે નિર્ણય કરી લે. ત્યારે કોંગ્રેસ અને શરદ પવારે કહ્યું હતું કે અત્યારે ચૂંટણી એક થઈને લડીએ અને આ અંગે નિર્ણય પછી લેવામાં આવશે. આ રીતે ઉદ્ધવ ઠાકરેનો દાવો સાઈડલાઈન કરી દેવાયો હતો પરંતુ કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે હવે મતદાન નજીક છે ત્યારે સીએમ પદ અંગે કોંગ્રેસનો દાવો ઠોકતાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીમાં વિવાદનો મધપૂડો છંછેડ્યો છે.
શું બોલ્યા પૃથ્વીરાજ ચૌહાણ...?
પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું કે અમને વિશ્વાસ છે કે મહાવિકાસ અઘાડી ચૂંટણી જીતશે અને આગામી સીએમ હવે કોંગ્રેસના જ કોઈ નેતા હશે. પૂર્વ મુખ્યમંત્રી ચવ્હાણે જણાવ્યું હતું કે RSSના એક વરિષ્ઠ નેતાએ મારો સંપર્ક કર્યો હતો અને મને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. પણ હું કોંગ્રેસમાં જ રહીશ અને આ વખતે ચૂંટણી પછી અમારામાંથી જ કોઈ મુખ્યમંત્રી બનશે.
ઉદ્ધવ જૂથનું રિએક્શન આવશે...
હવે ઉદ્ધવ ઠાકરે જૂથ પણ પૃથ્વીરાજ ચવ્હાણના કોંગ્રેસના સીએમ પદનો દાવો કરતા નિવેદન પર પ્રતિક્રિયા આપી શકે છે. ખાસ કરીને ચૂંટણી વચ્ચે પૃથ્વીરાજ ચવ્હાણે આવો દાવો કરતા મહાગઠબંધનમાં નવી ચર્ચા છંછેડાઈ શકે છે. પૃથ્વીરાજ ચવ્હાણે પણ સ્વીકાર્યું કે દક્ષિણ કરાડ બેઠક પર અમને મજબૂત હરિફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. સામે ભાજપના અતુલ ભોંસલે મેદાને છે. જે કહે છે કે જો હું ચૂંટણી જીતીશ તો આ વિસ્તારમાં વધુ ફંડ લાવીશ.