Get The App

અલ્લુ અર્જુન કેસ: સાઉથમાં સિનેમા જગતને પડશે ફટકો, CM રેડ્ડીએ કરી મોટી જાહેરાત

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
અલ્લુ અર્જુન કેસ: સાઉથમાં સિનેમા જગતને પડશે ફટકો, CM રેડ્ડીએ કરી મોટી જાહેરાત 1 - image


Amid Allu Arjun row : અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2ના કારણે સમગ્ર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે મુસીબત ઊભી થઈ છે. હૈદરાબાદના થિયેટરમાં અલ્લુ અર્જુનને જોવા આવેલી ભીડમાં નાસભાગ થઈ હતી જેમાં એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. રાજ્ય સરકાર આ કેસમાં કડક કાર્યવાહી કરી રહી છે. અલ્લુ અર્જુનને પણ કસ્ટડી લેવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુનના ચાહકોનો દાવો છે કે રાજ્યના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી બદલો લેવા માટે જાણી જોઈને અલ્લુ અર્જુનને પરેશાન કરી રહ્યા છે. સમગ્ર વિવાદ વચ્ચે આજે તેલંગાણા મુખ્યમંત્રી રેડ્ડીએ તેલુગુ સિનેમાના દિગ્ગજ સ્ટાર્સ સાથે મુલાકાત કરી હતી. 

તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફટકો 

બેઠકમાં અલ્લુ અર્જુનના પિતા અલ્લુ અરવિંદ તથા સુપરસ્ટાર નાગાર્જુન અને દગ્ગુબાતી આવ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે કે ફેન્સને કંટ્રોલમાં રાખવાની જવાબદારી એક્ટરની જ છે. કાયદો વ્યવસ્થા સાથે કોઈ જ સમજૂતી કરવામાં આવશે નહીં. આટલું જ નહીં મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં કોઈ પણ ફિલ્મ માટે બેનિફિટ શૉની મંજૂરી આપવામાં આવશે નહીં. 

બેનિફિટ શૉ એટલે શું 

તેલંગાણામાં ફિલ્મ શૉ માટે ટાઇમિંગ અને ટિકિટના ભાવ સરકારે નક્કી કર્યા છે. પણ અમુક ફિલ્મો માટે એક દિવસ અગાઉ સ્પેશિયલ પ્રીમિયર શૉની મંજૂરી આપવામાં આવતી હતી. જેમાં ટિકિટના ભાવ વધારવાની પણ છૂટ આપવામાં આવતી હતી. પુષ્પા-2ની ફિલ્મ માટે રાતના 1 વાગ્યે તથા સવારના 4 વાગ્યે પણ એકસ્ટ્રા શૉ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આટલું જ નહીં વીકેન્ડમાં ટિકિટના ભાવ વધારવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. 

અલ્લુ અર્જુન કેસ: સાઉથમાં સિનેમા જગતને પડશે ફટકો, CM રેડ્ડીએ કરી મોટી જાહેરાત 2 - image



Google NewsGoogle News