યુપીમાં ફરી નામબદલી, 8 રેલવે સ્ટેશનના નામ બદલાતા વિપક્ષે સાધ્યું નિશાન, અખિલેશ કહ્યું - હાલત તો બદલો

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
Railway News


North Railway Lucknow Division Changed name Of Stations: ઉત્તર રેલવે લખનઉ ડિવિઝનમાં અમેઠી જિલ્લાના આઠ સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. આ આઠ રેલવે સ્ટેશનોના નામ સ્થાનિક પૌરાણિક સ્થળો અને મહાપુરુષોના નામ પર રાખવામાં આવ્યા છે.

રેલવેએ જારી કર્યા આદેશ

અમેઠી જિલ્લાના કાશીમપુર હોલ્ટને હવે જાયસ સિટી તરીકે ઓળખવામાં આવશે. એ જ રીતે જાયસનું નામ ગુરુ ગોરખનાથ ધામ કરવામાં આવ્યું છે, આ સિવાય નિહાલગઢને મહારાજા બિજલી પાસી તરીકે, મિશ્રૌલીને મા કાલિકન ધામ તરીકે, બનીને સ્વામી પરમહંસ તરીકે, અકબરગંજને મા અહોરવા ભવાની ધામ તરીકે, વજીરગંજ હોલ્ટને અમર શહીદ ભાલે સુલતાન તરીકે અને ફુરસતગંજને તપેશ્વરનાથ ધામ તરીકે ઓળખવામાં આવશે.

આ પણ વાંચોઃ વડોદરામાં પૂરને કારણે અનેક ટ્રેનો કેન્સલ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, જાણો લેટેસ્ટ અપડેટ

સ્મૃતિ ઈરાનીએ પત્ર લખ્યો હતો

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ રેલવે મંત્રીને પત્ર મોકલીને આ સ્ટેશનોના નામ બદલવાની વિનંતી કરી હતી. મંગળવારે ચીફ કોમર્શિયલ મેનેજર હરિ મોહને સ્ટેશનોના નામ બદલવા સંબંધિત આદેશ જારી કર્યો છે. આદેશ જારી થયા બાદ હવે આઠ રેલવે સ્ટેશનોને નવા નામથી ઓળખવામાં આવશે.

માત્ર સ્ટેશનોના નામ જ નહીં, સ્થિતિ પણ બદલો

મેઠી જિલ્લાના આઠ સ્ટેશનોના નામ બદલવાના રેલવે બોર્ડના આદેશની વિપક્ષ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. સપાના વડા અખિલેશ યાદવે કટાક્ષમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X  પર પોસ્ટ કરી છે કે, ભાજપ સરકારને વિનંતી છે કે માત્ર નામો જ નહીં પરંતુ રેલવે સ્ટેશનોની સ્થિતિમાં પણ બદલાવ લાવે. જ્યારે તમને નામ બદલવામાંથી સમય મળે, તો થોડો સમય તેની પરિસ્થિતિ બદલવા માટે પણ કાઢજો અને રેલવે અકસ્માતોને રોકવા વિશે વિચારજો.


યુપીમાં ફરી નામબદલી, 8 રેલવે સ્ટેશનના નામ બદલાતા વિપક્ષે સાધ્યું નિશાન, અખિલેશ કહ્યું - હાલત તો બદલો 2 - image


Google NewsGoogle News