અમેરિકાએ ભારતને આપેલું વચન પૂરું કર્યું: 248 ચોરાયેલી પ્રાચીન ચીજવસ્તુ પરત કરી
America Returned Stolen Ancient Objects To India : અમેરિકાની સરકારે ભારતના હિતમાં મહત્ત્વનો નિર્ણય લઈ ચોરાયેલી 248 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત કરી છે. આ નિર્ણયથી દેશની સાંસ્કૃતિક વિરાસત વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાંથી અનેક મૂલ્યવાન કલાકૃતિઓ ગેરકાયદેસર રીતે કે પછી તસ્કરી દ્વારા લઈ જવાઈ હતી.
PM મોદીની મુલાકાત દરમિયાન અમેરિકાએ લીધો હતો નિર્ણય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તાજેતરમાં જ અમેરિકાની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન અમેરિકાની સરકારે ઐતિહાસિક નિર્ણય લઈને ભારતને ચોરાયેલી 248 પ્રાચીન વસ્તુઓ પરત કરી દીધી છે. આ કલાકૃતિઓને પરત આપી દેવાના નિર્ણયથી સાંસ્કૃતિક સંપત્તિની સુરક્ષાના આંતરરાષ્ટ્રીય કાયદાના વધતા મહત્વને રેખાંકિત કરે છે.
Image Source - America Times |
સાંસ્કૃતિક વિરાસતની ચોરી તમામ દેશો માટે એક પડકાર
આંતરરાષ્ટ્રીય કાયદામાં સાંસ્કૃતિક સંપત્તિ પરત આપવાની બાબત તમામ દેશો માટે એક મહત્ત્વનો મુદ્દો બની ગયો છે. ઘણીવાર એવું બનતું હોય છે કે, યુદ્ધ ઘર્ષણ, તસ્કરી જેવી ઘટનાઓને કારણે કેટલાક દેશોની વિરાસતને નુકસાન પહોંચવાની સાથે વિરાસત ગુમાવવાની પણ ઘટના બનતી હોય છે. જેના કારણે આ કાયદો તમામ દેશો માટે મહત્ત્વનો બની ગયો છે. ભારતની વાત કરીએ તો અગાઉના દાયકાઓમાં દેશની વિરાસત અસુરક્ષિત રહેલી છે, જેના કારણે અને કલાકૃતિઓની ચોરી થઈ છે અને ગેરકાયદે રીતે નિકાસ કરી દેવામાં આવી છે.
અમેરિકાએ કલાકૃતિઓ પરત આપવાનું વચન આપ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2016માં અમેરિકાના પ્રવાસે ગયા હતા, તે દરમિયાન અમેરિકાના અધિકારીઓએ ચોરાયેલી 157 કલાકૃતિઓ પરત આપવાનું વચન આપ્યું હતું. પીએમ મોદી તાજેતરમાં પણ અમેરિકાની મુલાકાતે ગયા હતા અને આ દરમિયાન અમેરિકી સરકારે મહત્ત્વનું પગલું ભરી વધારાની 248 પ્રાચીન વસ્તુઓ પરત કરી છે.