Get The App

ભાજપ દ્વારા આરોપો લગાવાતા અમેરિકા ભડક્યું, કહ્યું - અમે મીડિયાની સ્વતંત્રતાના કટ્ટર સમર્થક

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
ભાજપ દ્વારા આરોપો લગાવાતા અમેરિકા ભડક્યું, કહ્યું - અમે મીડિયાની સ્વતંત્રતાના કટ્ટર સમર્થક 1 - image


America Embassy in India: અમેરિકાએ શનિવારે (સાતમી ડિસેમ્બર) ભારતીય જનતા પાર્ટી (BJP)ના દેશને અસ્થિર કરવાના આરોપોને ફગાવી દીધા હતા. યુએસ એમ્બેસીના પ્રવક્તાએ આરોપોને 'નિરાશાજનક' ગણાવ્યા અને કહ્યું કે, 'અમેરિકા સરકાર વિશ્વભરમાં મીડિયાની સ્વતંત્રતાના કટ્ટર સમર્થક છીએ.'

'દેશની છબી ખરાબ કરવા માટે અમેરિકા-રાહુલ ગાંધીની મિલીભગત'

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આરોપ લગાવ્યા હતા કે, 'અમેરિકન સરકારી સંસ્થાઓમાં સામેલ તત્ત્વોએ ભારતની છબીને "નુકસાન" કર્યું છે. આપણા દેશની છબી ખરાબ કરવા માટે અમેરિકન મીડિયા પોર્ટલ OCCRP (ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ) અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મિલીભગત છે.'

અમેરિકા પર આરોપ લગાવતા ફ્રાન્સના મીડિયા રિપોર્ટને ટાંકીને ભાજપના નેતા સંબિત પાત્રાએ જણાવ્યું હતુ કે, 'આનાથી જાણવા મળ્યું કે OCCRPને અમેરિકાની સરકારી સંસ્થાઓ જેમ કે જ્યોર્જ સોરોસ અને રોકફેલર ફાઉન્ડેશન તેમજ યુએસએઆઈડી, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટમાં સામેલ તત્ત્વો દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

અમેરિકાએ આપ્યો જવાબ

આ અંગે અમેરિકી દૂતાવાસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 'ભારતમાં સત્તાધારી પક્ષ આ પ્રકારના આરોપો લગાવે તે નિરાશાજનક છે. અમેરિકન સરકાર પત્રકારો માટે વ્યાવસાયિક વિકાસ અને ક્ષમતા-નિર્માણની તાલીમને સમર્થન આપવા સ્વતંત્ર સંસ્થાઓ સાથે કામ કરે છે,  આ પ્રોગ્રામ આ સંસ્થાઓના સંપાદકીય નિર્ણયો અથવા દિશાને પ્રભાવિત કરતું નથી. સ્વતંત્ર મીડિયા એ કોઈપણ લોકશાહીનું આવશ્યક ઘટક છે, જે જાણકાર અને રચનાત્મક ચર્ચાને સક્ષમ બનાવે છે અને સત્તામાં રહેલા લોકોને જવાબદાર ગણાવે છે.'

કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો

કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે ગુરુવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને ભાજપ નેતા સંબિત પાત્રાએ મીડિયા સાથેની વાતચીતમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો અને શાસક પક્ષના નેતા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઓમ બિરલાને લખેલા તેમના પત્રમાં, ટાગોરે આરોપ લગાવ્યો હતો કે સંબિત પાત્રાનું આચરણ સંસદના સભ્ય પાસેથી અપેક્ષિત શિષ્ટાચાર અને નૈતિકતાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું.'

ભાજપ દ્વારા આરોપો લગાવાતા અમેરિકા ભડક્યું, કહ્યું - અમે મીડિયાની સ્વતંત્રતાના કટ્ટર સમર્થક 2 - image


Google NewsGoogle News