Get The App

અમેરિકાએ ભારતને રાફેલથી વધુ શક્તિશાળી ફાઈટર જેટ ઓફર કર્યું, 3700 કિ.મી.ની ઝડપે ઉડવા સક્ષમ

આ ઓફર ભારત સરકાર માટે ખૂબ જ મહત્ત્વની હોવાની સુરક્ષા નિષ્ણાતોનો દાવો

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
અમેરિકાએ ભારતને રાફેલથી વધુ શક્તિશાળી ફાઈટર જેટ ઓફર કર્યું, 3700 કિ.મી.ની ઝડપે ઉડવા સક્ષમ 1 - image


નવી દિલ્હી, તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

ભારત હાલમાં મેલ્ટી-રોલ ફાઈટર એકક્રાફ્ટ (Multi-Role Fighter Aircraft) પર ફોકસ કરી રહ્યું છે. રાફેલ અને યુરોફાઈટર ટાયફૂન પહેલાથી જ સ્પર્ધામાં છે. આ દરમિયાન અમેરિકન કંપની બોઈંગે ભારતને પોતાની ઓફર આપી છે.

બોઈંગે કહ્યું છે કે, ‘અમારી પાસેથી નવું F-15EX ફાઈટર જેટ ખરીદી લો. ઓછી કિંમતમાં વધુ શક્તિશાળી ફાઈટર જેટ મળશે. આ સાથે જ ભારતીય વાયુસેના તેમાં પોતાના હથિયારો લગાવી શકે છે. આ ફાઈટર જેટમાં ભારતની ભૌગોલિક પરિસ્થિતિઓ અને જરૂરિયાતો પ્રમાણે ફેરફાર પણ કરી શકાશે. અમે ભારતની જરૂરિયાત પ્રમાણે ફાઈટર જેટમાં ફેરફાર કરી દઈશું.’

આ ફેરફાર એવિયોનિક્સ, સેંસર્સ અથવા કમ્યુનિકેશન સિસ્ટમમાં કરી શકાય છે. આ સાથે જ હથિયાર લગાવનારા હાર્ડપોઈન્ટ્સમાં પણ ભારતીય હથિયારો પ્રમાણે ફેરફાર કરી શકાશે અથવા તો નવું કરી શકાશે. આ ઓફર ભારત સરકાર માટે ખૂબ જ આકર્ષક છે.

F-15EX ફાઈટર જેટની તાકાત

તાજેતરમાં જ બોઈંગ કંપનીએ પોતાના ફાઈટર જેટની સ્પિડ વધારી છે. અગાઉ તે મહત્તમ 3000 કિમી પ્રતિ કલાકની ઝડપે જ ઉડાન ભરી શકતું હતું. પરંતુ હવે તેની ઝડપ વધીને 3704 કિમી પ્રતિ કલાક થઈ ગઈ છે. આ જેટને એક અથવા બે પાયલોટ સાથે મળીને ઉડાવે છે. તે કદમાં ખૂબ જ મોટું છે. 63.9 ફૂટ લાંબા જેટની વિંગસ્પેન 42.9 ફૂટ છે. 18.6 ફૂટ ઊંચા આ એરક્રાફ્ટનું ખાલી વજન લગભગ 15,694 કિલો છે.

મહત્તમ ટેક ઓફ વજન એટલે કે હથિયારોથી સજ્જ થઈને ટેકઓફ કરતી વખતે તેનો વજન લગભગ 36,741 કિગ્રા હોય છે. તેમાં બે જનરલ ઈલેક્ટ્રિક એન્જિન લાગેલા છે જે તેને 131 કિલોન્યુટનની શક્તિ આપે છે.

F-15EXની કોમ્બેટ રેન્જ 1272 કિલોમીટર છે. જો ફેરી રેન્જની વાત કરીએ તો તે ત્રણ એક્સટર્નલ ફ્યુઅલ ટેન્ક સાથે 3900 કિલોમીટર સુધી ઉડાન ભરી શકે છે. તે મહત્તમ 60 હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તે 50 હજાર ફૂટ પ્રતિ મિનિટની ઝડપે સીધી ઉડાન ભરી શકે છે. તેમાં હાલમાં 20mmની એક કેનન લગાવવામાં આવી છે જે પ્રતિ મિનિટ 500 ગોળીઓ છોડે છે. આ ઉપરાંત તેમાં 23 હાર્ડપોઈન્ટ છે. એનો અર્થ એ કે, હથિયારોનો પૂરો જથ્થો લગાવી શકાય છે. 

આ હાર્ડપોઈન્ટ વિંગ્સ પાઈલોનની નીચે, ફ્યુઝલેઝ પાઈલોન અને બોમ્બ રેક્સની નીચે રહે છે. આ જેટમાં તમે 12 મિસાઈલ લગાવી શકો છો. એટલે કે ત્રણ પ્રકારની હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઈલો. આ ઉપરાંત તે હવામાંથી જમીન પર માર કરનારી ત્રણ મિસાઈલ અને બે પ્રકારના બોમ્બ લગાવવાની સુવિધાઓથી સજ્જ છે. તેમાં રેથિયોનનું AESA રડાર લાગેલું છે. ટાર્ગેટિંગ પોડ્સ છે. કાઉન્ટરમેઝર સિસ્ટમ્સ લગાવવામાં આવેલી છે.

જો રાફેલ સાથે સરખામણી કરવામાં આવે તો F-15EX ફાઈટર જેટ કદમાં મોટું છે. તે ભારતીય વાયુસેનાના Su-30MKI જેટલો જ પાવર, રેન્જ અને સ્પિડની ક્ષમતા ધરાવે છે. Su-30MKIમાં હાલમાં 22 પ્રકારના હથિયારો લગાવવાની ક્ષમતા છે. જેમાં હાઈપરસોનિક હથિયારો પણ સામેલ છે.


Google NewsGoogle News