Get The App

PM મોદી નિષ્ફળ રહ્યા! મિત્ર ટ્રમ્પે ફરી ભારતીયોને હાથકડી-સાંકળ બાંધી ડિપોર્ટ કર્યાના અહેવાલ

Updated: Feb 16th, 2025


Google NewsGoogle News
PM મોદી નિષ્ફળ રહ્યા! મિત્ર ટ્રમ્પે ફરી ભારતીયોને હાથકડી-સાંકળ બાંધી ડિપોર્ટ કર્યાના અહેવાલ 1 - image


USA Deported More 116 Illegal Immigrants: અમેરિકાએ ગેરકાયદે રહેતાં 116 ભારતીય ઈમિગ્રટન્સનો બીજો કાફલો ગઈકાલ શનિવારે રાત્રે 11.33 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યો. જેમાં પંજાબમાંથી 65, હરિયાણાના 33 અને ગુજરાતના આઠ લોકો સામેલ હતાં. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના બે-બે, હિમાચલ, જમ્મુ-કાશ્મીર તથા ગોવામાંથી એક-એક વ્યક્તિ હતાં. અમેરિકાના ડિપોર્ટેશનમાં ભારે હોબાળો થયેલો હાથ-પગમાં બેડીઓનો મુદ્દો પીએમ મોદીની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત પણ ઉકેલાયો નથી. આ ભારતીયોને પણ હાથ-પગમાં બેડીઓ બાંધી લાવવામાં આવ્યા હતાં.

પરત ફરેલો આ બીજો કાફલો પણ હાથ-પગમાં બેડીઓ બાંધીને જ લાવવામાં આવ્યો હતો. પરંતુ તેમના લેન્ડિંગ પહેલાં જ બેડીઓ દૂર કરવામાં આવી હતી. જો કે, આ વખતે બેડીઓ માત્ર પુરૂષોને જ બાંધવામાં આવી હતી. મહિલાઓ તથા બાળકોને બેડીઓ બાંધી ન હતી.

આ પણ વાંચોઃ  પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર અયોધ્યા જતાં શ્રદ્ધાળુઓની ગાડી ઊભી બસ સાથે અથડાઈ, 4ના મોત

પીએમ મોદીની મુલાકાત નિષ્ફળ રહી

અમેરિકાથી ગેરકાયદે વસતા ભારતીયોનો પહેલો કાફલો જ્યારે પરત મોકલવામાં આવ્યો હતો, ત્યારે તેમના હાથ અને પગમાં બેડીઓ બાંધવામાં આવી હતી. જેનો વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ હાલમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી આ બાબતે ચર્ચા કરી હોવાની અટકળો લગાવાઈ રહી છે. જેના લીધે બીજા કાફલાની બેડીઓ લેન્ડિંગ પહેલાં જ ખોલી દેવામાં આવી હતી. પરંતુ તેમને બેડીઓ અને સાંકળ બાંધીને જ ભારત લાવવામાં આવ્યા હતાં. અમેરિકાએ પીએમ મોદીની મુલાકાત બાદ પણ પોતાની ડિપોર્ટેશનની કાર્યવાહીમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે, અમૃતસર એરપોર્ટ પર ઉતાર્યા બાદ તમામ ઈમિગ્રન્ટ્સ માટે એવિએશન ક્લબના બિઝનેસ લાઉન્જમાં ડિનરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હાથ-પગમાં બેડીઓ કાર્યવાહીનો એક ભાગ

ભારતીયોના હાથ-પગમાં બેડીઓ મુદ્દે વિદેશ મંત્રી જયશંકરે સંસદમાં નિવેદન આપ્યું હતું કે, અમેરિકામાં ગેરકાયદે ઈમિગ્રન્ટ્ને તેમના વતન મોકલવાની કાર્યવાહીનો આ એક ભાગ છે. તે તમામ ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સને હાથ-પગમાં બેડીઓ પહેરાવીને તેમના વતન ડિપોર્ટ કરે છે. ઉલ્લેખનીય છે, પાંચ ફેબ્રુઆરીએ અમેરિકામાંથી 104 ભારતીયો ડિપોર્ટ થયા હતા, ગઈકાલે 116 ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાયા છે, આજે 16 ફેબ્રુઆરીએ વધુ 157 ભારતીય ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરાશે.

PM મોદી નિષ્ફળ રહ્યા! મિત્ર ટ્રમ્પે ફરી ભારતીયોને હાથકડી-સાંકળ બાંધી ડિપોર્ટ કર્યાના અહેવાલ 2 - image


Google NewsGoogle News