'ડૉ. આંબેડકર અને ગાંધીજીએ RSS શાખાની મુલાકાત લીધી હતી', સંઘે પેપર કટિંગ બતાવ્યાં
RSS Big Claim: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) તેના શતાબ્દી વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. ત્યારે આ ખાસ અવસર પર આરએસએસએ દાવો કર્યો છે કે મહાત્મા ગાંધી અને ડૉ. આંબેડકર સંઘની શાખાની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અનુસાર, મહાત્મા ગાંધીએ વર્ષ 1934માં સંઘની શિબિરની મુલાકાત લીધી હતી. જ્યારે ડૉ. આંબેડકર વર્ષ 1940માં સંઘની શાખાની મુલાકાતે ગયા હતા. નોંધનીય છે કે, આરએસએસએ પોતાના દાવાના સમર્થનમાં એક પેપરનું કટિંગ પણ બતાવ્યું છે.
ડૉ. આંબેડકર અને ગાંધીજીની RSS શાખાની મુલાકાત
આરએસએસના વિશ્વ સંવાદ કેન્દ્ર અનુસાર, મહાત્મા ગાંધીએ વર્ષ 1934માં વર્ધામાં આરએસએસની શિબિરમાં પહોંચ્યા હતા. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે ભારત આઝાદીની લડાઈ લડી રહ્યું હતું અને ગાંધીજીના વિચારોની સમગ્ર દેશ પર ઊંડી અસર પડી હતી.'
આ પણ વાંચો: ગૌતમ અદાણી વિરૂદ્ધ 2000 કરોડની લાંચ અને છેતરપિંડીના કેસમાં યુએસ કોર્ટના મહત્ત્વના આદેશ
વિશ્વ સંવાદ કેન્દ્રે નિવેદનમાં એમ પણ કહ્યું કે, 'ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. આંબેડકર બીજી જાન્યુઆરી 1940ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કરાડમાં સંઘની એક શાખામાં મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ સંઘના સ્વયંસેવકોને મળ્યા અને સંબોધન પણ કર્યું.'
વિશ્વ સંવાદ કેન્દ્રના જણાવ્યા અનુસાર, સંઘની શાખાની મુલાકાત દરમિયાન ડૉ. આંબેડકરે સંબોધન કરતા જણાવ્યું હતુ કે, 'મારા અને સંઘ વચ્ચે કેટલાક મુદ્દાઓ પર મતભેદ હોઈ શકે છે, પરંતુ તેમ છતાં હું સંઘને સંબંધની ભાવનાથી જોઉં છું.' નવમી જાન્યુઆરી 1940ના રોજ પૂણેના પ્રખ્યાત મરાઠી દૈનિક 'કેસરી'માં ડૉ. આંબેડકરની આ મુલાકાત અંગેના સમાચાર પ્રકાશિત થયા હતા. આ સમાચારમાં ડૉ.આંબેડકરની સંઘ શાખાની મુલાકાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.