Get The App

જમ્મુ કાશ્મીર ચૂંટણી પરિણામો પહેલા જ નેશનલ કોન્ફરન્સ અને ભાજપ વચ્ચે ગઠબંધન? જુઓ શું છે સમગ્ર મામલો

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
Jammu and Kashmir Election


Jammu and Kashmir Election : શું નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પછીના જોડાણ માટે ભાજપ સાથે વાતચીત કરી રહી છે? જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પહેલા જ NC અને BJP વચ્ચે ગઠબંધનની ચર્ચાઓ તેજ છે. હવે આ અંગે નેશનલ કોન્ફરન્સનું નિવેદન આવ્યું છે. 

જેમાં તેમણે કહ્યું કે, 'અમે બેકડોર ઈન્ડિયા એલાયન્સની બહાર અલગ ગઠબંધનની ચર્ચાઓને નકારીએ છીએ. અમે જનતાને અપીલ કરીએ છીએ કે અમારા દ્વારા કરવામાં આવેલા આવા ખોટા દાવાઓ પર વિશ્વાસ ન કરો. અમે લોકોને અપીલ કરીએ છીએ કે આવી ચર્ચાઓ પર વિશ્વાસ ન કરો.'

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવની વચ્ચે ઈઝરાયલની ભારત સામે જ અવળચંડાઇ, ભારે વિવાદ બાદ લીધો મોટો નિર્ણય

આ ચર્ચા ક્યાંથી શરૂ થઈ?

શ્રીનગરના પૂર્વ મેયર જુનૈદ અઝીમ મટ્ટૂએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટમાં આવો દાવો કર્યો હતો કે, 'ફારૂક અબ્દુલ્લા પહેલગામમાં ભાજપના કયા પ્રતિનિધિને એક નહીં પરંતુ બે વાર મળ્યા છે? આખરે પહેલગામમાં બંને વચ્ચે કઇ સમજૂતી અંગે ચર્ચા થઇ હતી. છેવટે, નેશનલ કોન્ફરન્સે ભાજપ વિશે જે કહ્યું હતું તે તમામ બાબતોનું શું થયું? જ્યારે તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, ત્યારે અટકળો શરૂ થઈ ગઈ કે શું નેશનલ કોન્ફરન્સ ભાજપ સાથે ગઠબંધન કરવા જઈ રહી છે.'

વાસ્તવમાં, મટ્ટુ પહેલા પણ ઘણા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જો ભાજપ, એનસી અથવા અન્ય કોઈ પાર્ટીને સંપૂર્ણ બહુમતી ન મળે તો ગઠબંધન થઈ શકે છે. આવી સ્થિતિમાં કટ્ટર હરીફ ભાજપ અને નેશનલ કોન્ફરન્સ પણ સાથે આવી શકે છે.

આ પણ વાંચો : મુસ્લિમ દેશોએ ઈઝરાયલને આપ્યો ઝટકો ! જો ઈરાન સાથે યુદ્ધ થશે તો કોને આપશે સાથ, લઈ લીધો નિર્ણય

મટ્ટુના પોસ્ટ પર એક યુઝરે એવું પણ લખ્યું હતું કે શું આ અફવા છે કે તેમાં કોઈ સત્ય છે. તેના પર મટ્ટુએ લખ્યું હતું કે, ‘અફવા? ફારુક અબ્દુલ્લાએ પહેલગામમાં બિનરાજકીય મધ્યસ્થીઓની હાજરીમાં ભાજપના લોકો સાથે વાત કરી છે. હવે આ અંગે નેશનલ કોન્ફરન્સને બોલવા દો. પછી હું તમને કહીશ કે કઈ જગ્યાએ, કયા લોકો અને શું ચર્ચા થઈ. હું તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશ.’


Google NewsGoogle News