મહાકુંભમાંથી લાઉડસ્પીકર હટાવવાની માગ અલ્લાહાબાદ હાઈકોર્ટે ફગાવી, કોણે કરી હતી અરજી?
Image: Wikipedia
Mahakumbh Mela Loudspeaker: અલ્લાહાબાદ હાઈકોર્ટે મહાકુંભ મેળાથી લાઉડસ્પીકરોને હટાવવાની માગ કરનારી એક જનહિત અરજીને એ આધારે ફગાવી દીધી છે કે અરજીમાં એ દર્શાવવા માટે ડેટાની અછત હતી કે લાઉડસ્પીકર અનુમતિપાત્ર મર્યાદાથી વધુ ધ્વનિ પ્રદૂષણ પેદા કરી રહી હતી. 29 જાન્યુઆરીએ મહાકુંભમાં મચેલી ભાગદોડને લઈને હાઈકોર્ટમાં એક અન્ય જનહિત અરજી પણ દાખલ કરવામાં આવી છે. લાઉડ સ્પીકરોને હટાવવાની માગવાળી જનહિત અરજીને ફગાવતાં કોર્ટે કહ્યું કે 'આ રીતે સંક્ષિપ્ત અરજીનો સ્વીકાર કરી શકાય નહીં.'
અરજીકર્તાઓ, બ્રહ્મચારી દયાનંદ અને એક અન્યએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને દાવો કર્યો હતો કે 'જ્યારે હું મહાકુંભના સેક્ટર 18માં પ્રચાર કરી રહ્યો હતો, તો મારી આસપાસની શિબિરોમાં લાઉડસ્પીકર (જાહેર સંબોધન સિસ્ટમ) અને એલસીડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો, જેનાથી ધ્વનિ પ્રદૂષણ થઈ રહ્યું હતું. આ પ્રકારના ધ્વનિ પ્રદૂષણથી તેમના ધ્યાનમાં અવરોધ ઊભો થાય છે.' કોર્ટે કહ્યું કે 'અરજીકર્તાઓએ માત્ર જાહેરાત કરવા માટે લગાવવામાં આવેલા લાઉડસ્પીકરોની તસવીર દાખલ કરી હતી અને આમને અસ્થાયી સાર્વજનિક રસ્તા પર લગાવવામાં આવી હતી.'
આ પણ વાંચો: હું ક્યાંય ભાગ્યો નથી..' ધરપકડની લટકતી તલવાર વચ્ચે અમાનતુલ્લાહ ખાનનો કમિશનરને પત્ર
કુંભ નાસભાગ પર વધુ એક જનહિત અરજી દાખલ
29 જાન્યુઆરીએ પ્રયાગરાજમાં મહાકુંભમાં થયેલી નાસભાગ માટે જવાબદાર અધિકારીઓ અને ઓથોરિટી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માગ કરતાં અલ્લાહાબાદ હાઈકોર્ટ સમક્ષ વધુ એક જનહિત અરજી દાખલ કરી છે. વકીલ વિશાલ તિવારી દ્વારા દાખલ આ જનહિત અરજીમાં રાજ્યને ઘટના પર વ્યાપક સ્થિતિ રિપોર્ટ રજૂ કરવા અને નાસભાગમાં જાનહાનિની સંખ્યા જાહેર કરવાનો આદેશ આપવાની પણ માગ કરી છે. નાસભાગ બાદ લાપતા થયેલા તમામ લોકોની વિગત એકત્ર કરવા માટે ન્યાયિક દેખરેખ સમિતિની રચનાની માગ કરનારી એક જનહિત અરજી પહેલેથી જ હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.