Get The App

આ દેશમાં બહુમતી કહેશે એમ થશે... VHPના કાર્યક્રમમાં હાઇકોર્ટના જજના નિવેદનથી હોબાળો

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
આ દેશમાં બહુમતી કહેશે એમ થશે... VHPના કાર્યક્રમમાં હાઇકોર્ટના જજના નિવેદનથી હોબાળો 1 - image

Justice Shekhar Kumar Yadav : ‘મને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ હિન્દુસ્તાન છે. અને આ દેશ અહીં રહેતા બહુમતી લોકોની ઇચ્છા પ્રમાણે ચાલશે...’ આ ટિપ્પણી અલ્લાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે હાલમાં વિશ્વ હિન્દુ પરિષદ(VHP)ના એક કાર્યક્રમમાં કરી હતી. તેમના આ નિવેદનથી હોબાળો મચી ગયો છે. જસ્ટિસ શેખર કુમાર યાદવ વિશ્વ હિન્દુ પરિષદના લીગલ સેલ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ની બંધારણીય જરૂરિયાત' વિશે વાત કરી હતી.  

પ્રાણીઓને તેમની સામે મારશો તો બાળક સહનશીલ કઈ રીતે બનશે 

આ કાર્યક્રમમાં ઘણાં વકીલો અને VHP કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા. તેમને સંબોધતા જસ્ટિસ શેખર કુમારે કહ્યું હતું કે, આપણે બાળકોને જન્મથી જ સહનશીલતા અને દયાના ગુણો શીખવીએ છીએ. તેમને પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરવાનું શીખવીએ છીએ. બીજાના દુઃખને જોઈને આપણે દુઃખી થઈએ છીએ. પણ તમને અવું નથી લાગતું. શા માટે? જ્યારે તમે પ્રાણીઓને તેમની સામે મારશો તો તમારું બાળક સહનશીલતા અને દયા કેવી રીતે શીખશે?

તમે દેશની સંસ્કૃતિ અને દેવતાઓનો અનાદર ન કરી શકો

હિંદુ રીતિ-રિવાજો અને મહિલાઓના આદર અંગે તેમણે જણાવ્યું હતું કે, 'અમે એવી અપેક્ષા નથી રાખતા કે તમે લગ્ન કરતી વખતે અગ્નિની આસપાસ સાત ફેરા લેશો, અમે એવી અપેક્ષા નથી રાખતા કે તમે ગંગામાં ડૂબકી મારો, પરંતુ અમે તમારી પાસેથી એ અપેક્ષા રાખીએ છીએ કે, તમે દેશની સંસ્કૃતિ, દેવતાઓ અને મહાન નેતાઓનો અનાદર ન કરી શકો. તમે એ મહિલાની અપમાન ન કરી શકો કે જેમને હિંદુ શાસ્ત્રો અને વેદોમાં દેવી ગણવામાં આવી હોય.'

ચાર પત્ની, હલાલા, ટ્રિપલ તલાક માટે અધિકારનો દાવો કરી શકાય નહી 

UCCને લઈને જસ્ટિસ શેખર કુમારે કોઈ પણ ચોક્કસ ધર્મ કે સમાજનું નામ લીધા વિના કહ્યું હતું કે, ‘તમે ચાર પત્નીઓ રાખવાની, હલાલ કરવાનો કે ટ્રિપલ તલાક કરવાના અધિકારનો દાવો કરી શકો નહીં. મહિલાઓને ભરણપોષણ આપવાનો ઇન્કાર અને અન્ય પ્રકારનો અન્યાય કામ કરશે નહીં. શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટે પણ સંમતિ આપી હતી કે પીડિત છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાને ભરણપોષણનું ભથ્થું આપવામાં આવે. પરંતુ તત્કાલીન કેન્દ્ર સરકારે કેટલાક લોકો સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ફક્ત RSS, VHP જ યુનિફોર્મ સિવિલ કોડ(UCC)ની હિમાયત નથી કરી રહ્યું પરંતુ દેશની સર્વોચ્ચ અદાલત પણ આનું સમર્થન કરે છે.'

અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે કોઈ દુર્ભાવના નથી 

જસ્ટિસ શેખર કુમારે વધુમાં કહ્યું કે, ‘હિંદુ સમાજે સતી પ્રથા અને બાળ વિવાહ સહિત અનેક ખરાબ પ્રથાઓમાંથી મુક્તિ મેળવી લીધી છે. રાજા રામમોહન રાય જેવા સમાજ સુધારકોએ ખૂબ સંઘર્ષ કરીને આ કામ કર્યું. ભૂલો સ્વીકારીને સમયસર સુધારી લેવામાં કંઈ ખોટું નથી. હિંદુ હોવાને કારણે હું પોતાના ધર્મનું સન્માન કરું છે, પરંતુ આનો અર્થ એ નથી કે મારી અન્ય ધર્મો કે આસ્થાઓ પ્રત્યે મારી કોઈ દુર્ભાવના છે.’  

આ દરમિયાન તેમણે સ્પષ્ટતા કરી કે, ‘મેં જે કહ્યું તે કોઈ ખાસ ધર્મ માટે નથી. આ આપણને બધાને લાગુ પડે છે. દરેક ધર્મે પોતે જ બધી ખોટી પ્રથાઓથી દૂર રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો દેશ પોતાના તમામ નાગરિકો માટે સમાન કાયદો લાવશે.’

રામ મંદિરના નિર્માણની કરી પ્રશંસા

આ કાર્યક્રમમાં છેલ્લે તેમણે એમ પણ કહ્યું કે, ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) 2025માં તેનું શતાબ્દી વર્ષ ઉજવશે. સંઘ પરિવાર અને તેની પાંખ VHPએ દેશ માટેના મહત્ત્વપૂર્ણ મુદ્દા પર કામ કરી રહી છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું એ પણ ખૂબ સારી વાત છે.  જો કે, હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે આ વાતો કરવા માટે કોઈ મને સવાલ કરી શકે નહીં કારણ કે હું કાયદાની વાત કરી રહ્યો છે. મીડિયા પણ આ ભાષણમાંથી જે ઇચ્છે તે છાપી શકે છે.’

આ કાર્યક્રમમાં જસ્ટિસ દિનેશ પાઠક પણ હાજર રહ્યા હતા. જો કે, તેમણે કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું પરંતુ ત્યાં તેમણે કોઈ ભાષણ આપ્યું ન હતું.


Google NewsGoogle News