Get The App

હિન્દુ લગ્નોને માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય: અલ્લાહાબાદ હાઇકોર્ટ

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
હિન્દુ લગ્નોને માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય: અલ્લાહાબાદ હાઇકોર્ટ 1 - image


Allahabad High Court: હિન્દુ લગ્નોને લઇને અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, 'હિન્દુ લગ્નોને કોઇ કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય. લગ્નને ભંગ કરવા માટે કાયદાઓનું પાલન કરવું જરૂરી છે. આ ઉપરાંત પક્ષકારો દ્વારા મજબૂત પુરાવા પણ રજુ કરવા પડે.' પતિ-પત્નીમાંથી કોઇ એક છૂટાછેડાની પ્રક્રિયા સમયે સહમતી પરત લઇ લે તો કોર્ટે શું નિર્ણય લેવો તેનો સવાલ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો.

પ્રથમ નિવેદનમાં છૂટાછેડા માટે સહમત થયેલી પત્ની બાદમાં ફરી ગઈ છતાં કોર્ટે છૂટાછેડા મંજૂર કરી દીધા હતાં.જો પતિ-પત્ની બન્ને પોતાની મરજીથી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરે, બાદમાં એક પોતાની મરજી કે સહમતી પરત લઇ લે તો તેવી સ્થિતિમાં કોર્ટ છૂટાછેડાને મંજૂર કરી શકે કે કેમ તેવો સવાલ અલ્લાહાબાદ હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. લગ્ન ભંગ કરવાના નીચલી કોર્ટના નિર્ણય સામે પત્ની દ્વારા દાખલ કરાયેલી અરજીનો હાઇકોર્ટે સ્વીકાર કર્યો હતો. સાથે કહ્યું હતું કે, 'નીચલી કોર્ટે એ ધ્યાનમાં રાખવાની જરૂર હતી કે બન્ને અરજદારો આદેશ જાહેર થયો તે તારીખ સુધી છૂટાછેડા માટે તૈયાર હતા કે કેમ.'

આ પણ વાંચો: નકલી વિઝા રેકેટનો પર્દાફાશ, રૂ.300 કરોડની છેતરપિંડી, 5000 નકલી વિઝા બનાવ્યા, 6ની ધરપકડ


જાણો શું છે મામલો

અલ્લાહાબાદ હાઇકોર્ટે નોંધ્યું હતુ હતું કે, 'અરજદાર મહિલાનો દાવો છે કે તેણે છૂટાછેડા માટેની સહમતી પરત લઇ લીધી છે. તેના આ દાવાનો આધાર પણ છે, આ સ્થિતિ વચ્ચે કોર્ટ મહિલાને તેની અગાઉની સહમતી પર જ મક્કમ રહેવા માટે મજબૂર ના કરી શકે. બુલંદશહરના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ દ્વારા પતિની છૂટાછેડાની અરજી પર ચુકાદો અપાયો હતો, જેને પત્ની દ્વારા પડકારાયો છે. બન્ને વચ્ચે 2006માં લગ્ન થયા હતા, જે સમયે પતિ ભારતીય સૈન્યમાં નોકરી કરતો હતો.'

આરોપ મુજબ પત્નીએ પતિને ત્યજી દીધો હતો, જે બાદ 2008માં પતિ દ્વારા છૂટાછેડાની અરજી કરાઇ હતી. શરૂઆતમાં બન્નેએ અલગ થવાનો નિર્ણય કોર્ટને જણાવ્યો હતો, જોકે બાદમાં પત્ની ફરી ગઇ હતી અને છૂટાછેડા નથી લેવા તેવુ નિવેદન આપ્યું હતું. બાદમાં પતીએ પત્નિ સાથે રહેવાની ના પાડી દીધી હતી, જોકે બાદમાં બન્ને સાથે રહેવા લાગ્યા હતા. જોકે કોર્ટે લેખીત સહમતીના આધારે છૂટાછેડાને મંજૂર કરી નાખ્યા હતા. જેથી હવે મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે.

હિન્દુ લગ્નોને માત્ર એક કોન્ટ્રાક્ટની જેમ ભંગ ના કરી શકાય: અલ્લાહાબાદ હાઇકોર્ટ 2 - image


Google NewsGoogle News