Get The App

જ્ઞાનવાપી અંગે અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી, મુલાયમ સરકારનો 1993માં પૂજા રોકવાનો આદેશ ખોટો

વારાણસી જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીએ જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
જ્ઞાનવાપી અંગે અલ્લાહાબાદ હાઈકોર્ટની ટિપ્પણી, મુલાયમ સરકારનો 1993માં પૂજા રોકવાનો આદેશ ખોટો 1 - image


Image Source: Twitter

વરાણસી, તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર

અલ્લાહાબાદ હાઈકોર્ટે સોમવારે વારાણસીના જ્ઞાનવાપી મામલે મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે મસ્જિદ કમિટિ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેતાં વ્યાસજીના ખંડ તરીકે ઓળખાતા જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા-અર્ચના ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. આને હિંદુ પક્ષ માટે મોટી રાહત માનવામાં આવી રહી છે. એટલું જ નહીં હાઈકોર્ટે 1993માં મુલાયમ સિંહ યાદવના નેતૃત્વ વાળી સરકાર દ્વારા જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં પૂજા પર રોક લગાવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે.

હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી

વારાણસી જિલ્લા અદાલતે 31 જાન્યુઆરીના રોજ જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયને મુસ્લિમ પક્ષે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દીધી હતી. વારાણસી જિલ્લા ન્યાયાધીશના વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટને વ્યાસ જીના ભોંયરાના રીસીવર તરીકે નિયુક્ત કરવાના અને ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના નિર્ણયને હાઈકોર્ટે યોગ્ય ઠેરવ્યો હતો. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની ખંડપીઠે કહ્યું કે 1993માં તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણી ભોંયરામાં કોઈ પણ લેખિત આદેશ વિના પૂજા વિધિ રોકવા માટે કરવામાં આવેલી કાર્યવાહી ગેરકાયદેસર હતી.

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં શું કહ્યું?

વ્યાસ પરિવાર લાંબા સમયથી વ્યાસ ભોંયરામાં પૂજા કરી રહ્યો હતો. પરંતુ 1993માં મુલાયમ સિંહ યાદવની સરકારે પૂજા પર રોક લગાવી દીધી હતી. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે પોતાના ચુકાદામાં કહ્યું કે, 1993થી વ્યાસ પરિવારને ધાર્મિક પૂજા અને અનુષ્ઠાન કરવાથી રોકવાનું રાજ્ય સરકારનું પગલું ખોટું હતું. ભોંયરામાં થતી પૂજાને અટકાવવી એ શ્રદ્ધાળુઓના હિતની વિરુદ્ધ હશે. હવે મુસ્લિમ પક્ષે જ્ઞાનવાપી પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.


Google NewsGoogle News