અલ્હાબાદ યુનિવર્સિટીના હોસ્ટેલમાં વિદ્યાર્થી બોમ્બ બનાવી રહ્યો હતો, બ્લાસ્ટ થતાં હાથનાં છોતરાં ઉડ્યાં
પોલીસે કહ્યું કે આ મામલે તપાસ ચાલી રહી છે, યોગ્ય કાર્યવાહી કરાશે
આ વિદ્યાર્થીનું નામ પ્રભાત હતું અને તેણે હોસ્ટેલ રૂમ પર કબજો કરી રાખ્યો હતો
Allahabad University News: અલ્હાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના પીસીબી હોસ્ટેલના રૂમ નંબર 68માં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં પ્રભાત નામનો વિદ્યાર્થી ગંભીર રીતે ઘવાયો હતો. તેના હાથનો એક પંજો જ ગાયબ થઇ ગયો અને છાતીમાં બોમ્બના છરાં વાગ્યા હતા. પીસીબીના આ રૂમમાં આ વિદ્યાર્થી કબજો કરીને ગેરકાયદે રીતે રહેતો હતો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરી છે.
બોમ્બ બનાવી રહ્યો હોવાનો દાવો
ઘાયલ વિદ્યાર્થી પ્રભાતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ હડકંપ મચી ગયો હતો. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો હતો કે પીસી બેનરજી હોસ્ટેલમાં રહેતો આ વિદ્યાર્થી બુધવારે કથિતરૂપે બોમ્બ બનાવતી વખતે વિસ્ફોટ થવાથી ઘાયલ થયો હતો. પોલીસે પણ આ જ વાત કહી હતી.