સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આજે ત્રીજી વખત બેસશે સંપૂર્ણ મહિલા બેન્ચ

Updated: Dec 1st, 2022


Google NewsGoogle News
સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં આજે ત્રીજી વખત બેસશે સંપૂર્ણ મહિલા બેન્ચ 1 - image


- સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત વર્ષ 2013માં મહિલા બેન્ચ બની હતી

નવી દિલ્હી, તા. 01 ડિસેમ્બર 2022, ગુરૂવાર

સુપ્રીમ કોર્ટ માટે ગુરૂવાર ઐતિહાસિક સાબિત થવાનો છે. હકીકતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ત્રીજી વખત હશે જ્યારે સુપ્રીમ કોર્ટની સંપૂર્ણ મહિલા બેન્ચ કેસની સુનાવણી કરશે. હાલમાં દેશની સુપ્રીમ કોર્ટમાં મહિલા જજોની સંખ્યા માત્ર 3 છે. ખાસ વાત તો એ છે કે સુપ્રીમ કોર્ટને પ્રથમ મહિલા જજ વર્ષ 1989માં એમ. ફાતિમા બીબીના રૂપમાં મળ્યા હતા. 

ભારતના CJI ડી.વાય. ચંદ્રચૂડે બુધવારના રોજ એક બેન્ચની રચના કરી છે, જેમાં જસ્ટિસ હિમા કોહલી અને બેલા એમ. ત્રિવેદીનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટમાં પ્રથમ વખત વર્ષ 2013માં મહિલા બેન્ચ બની હતી. ત્યારે જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા અને જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ બેન્ચમાં સાથે બેઠા હતા. વર્ષ 2018માં બીજી વખત બેન્ચ બની હતી. આ બેન્ચમાં જસ્ટિસ આર. ભાનુમતિ અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જી સાથે બેઠા હતા. 

જસ્ટિસ કોહલી અને જસ્ટિસ ત્રિવેદીની બેન્ચ સમક્ષ 32 મામલા લિસ્ટેડ છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં માત્ર 3 મહિલા જજ છે. તેમાં જસ્ટિસ કોહલી, જસ્ટિસ ત્રિવેદી અને જસ્ટિસ બીવી નાગરત્નાના નામનો સમાવેશ થાય છે. જસ્ટિસ કોહલીનો કાર્યકાળ સપ્ટેમ્બર 2024 સુધીનો છે. જ્યારે જસ્ટિસ ત્રિવેદી 2025 સુધી પદ ઉપર રહેશે. અહેવાલ છે કે વર્ષ 2027માં દેશના પ્રથમ મહિલા CJI બનવા જઈ રહ્યા છે.

આ અગાઉ સુર્પીમ કોર્ટમાં જસ્ટિસ બીબી, જસ્ટિસ સુજાતા મનોહર, જસ્ટિસ રુમા પાલ, જસ્ટિસ જ્ઞાન સુધા મિશ્રા, જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈ, જસ્ટિસ આર. ભાનુમતિ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા, જસ્ટિસ ઈન્દિરા બેનર્જી, જસ્ટિસ કોહલી, જસ્ટિસ નાગરત્ના, જસ્ટિસ ત્રિવેદી પણ સેવાઓ આપી ચૂક્યા છે. જસ્ટિસ બેનર્જી આ વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ નિવૃત થયા હતા.


Google NewsGoogle News