ગંગા-યમુના વચ્ચેની બધી જમીન અમારી, હાઈકોર્ટે 10 હજાર દંડ ફટકારી અરજી ફગાવી

ગંગા અને યમુના નદી વચ્ચેની તમામ જમીન પર દાવો કરતી અરજી હાઈકોર્ટે ફગાવી

આ વિસ્તારમાં લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા અથવા સ્થાનિક ચૂંટણીઓ ન કરાવે: અરજીકર્તા

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
ગંગા-યમુના વચ્ચેની બધી જમીન અમારી, હાઈકોર્ટે 10 હજાર દંડ ફટકારી અરજી ફગાવી 1 - image
Image Wikipedia

તા. 19 ડિસેમ્બર 2023, મંગળવાર 

તાજેતરમાં એક વ્ચક્તિએ ગંગા અને યમુના નદી વચ્ચેની તમામ જમીન તેમના પોતાની હોવાનો દાવો કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જો કે, હાઈકોર્ટ તેની અરજી ફગાવી અને તેના પર રુપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. 

ગંગા અને યમુના નદી વચ્ચેની તમામ જમીન પર દાવો કરનાર વ્યક્તિનું નામ કુંવર મહેન્દ્ર ધ્વજ પ્રસાદ સિંહ છે. સિંહે આ ઉપરાંત હાઈકોર્ટમાં કહ્યું છે કે, આજે આગ્રા, મેરઠ, અલીગઢ, દિલ્હી, ગુડગાંવ અને ઉત્તરાખંડની 65 પોતાની સંપત્તિનો ભાગ હોવાનો દાવો કર્યો છે. 

અરજદાર કોર્ટનો સમય બરબાદ કરી રહ્યો છે : હાઈકોર્ટ

અરજીમાં સિંહે એવુ પણ કહ્યું છે કે, તે બેસવાનના અવિભાજ્ય રજવાડાનો વારસદાર છે. તેમનો ભારત સંઘમા ક્યારેય વિલય થયો નથી. અરજીની સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, અરજી  મેન્ટેનેબલ છે કે કેમ ? એ સવાલ પર કહ્યું કે, આ અરજી સંપુર્ણ રીતે ખોટી છે, તેમજ તે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપ્રયોગ થઈ રહ્યો છે અને કોર્ટનો સમય બરબાદ કરી રહ્યો છે.

આઝાદી પહેલાનો દાવો 

અરજદારે વધુ દાવો કરતાં કહ્યું કે, આજે પણ તેનો પરિવાર એક રજવાડાંનો દરજ્જો ધરાવે છે. તેની માલિકીના તમામ વિસ્તારો ભારત સરકારને ક્યારેય ટ્રાન્સફર કરવામાં આવ્યા નથી. વધુમાં તેણે દલીલ કરતાં એમ કહ્યું કે, 1947માં ભારતની આઝાદી પછી ભારત સરકારે બેસવાન અવિભાજ્ય રાજ્યના વિલય બાબતે ક્યાય કોઈપણ પ્રકારની સમજુતી થઈ નથી, તેમજ કોઈ સંધિપત્ર પર હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા નથી. 

વિલીનીકરણ સુધી અહીં કોઈ ચૂંટણી ન કરશો

અરજીકર્તાએ રિટ અરજીમાં દાવો કરતાં કહ્યું છે કે, આ મુદ્દે કોઈ અધિગ્રહણ પ્રક્રિયા પણ થઈ નથી. એટલે બેસવાન અવિભાજ્ય રાજ્ય આજની તારીખે પણ બેસવાન પરિવાર હસ્તક છે. સિંહે કહ્યું કે, સત્તાવાર રીતે વિલીનીકરણ સુધી આ વિસ્તારમાં લોકસભા, રાજ્યસભા, રાજ્ય વિધાનસભા અથવા સ્થાનિક ચૂંટણીઓ ન કરાવે તેવુ કહ્યું છે. 

કોર્ટ અરજી ફગાવી

દિલ્હી હાઈકોર્ટે સુનાવણીમાં કહ્યું કે, સિંહે માત્ર કેટલાક નકશાઓ અને લેખ દાખલ કર્યા છે. આ તમામ દસ્તાવેજ બેસવાન પરિવારના અસ્તિત્વનો કોઈ સંકેત આપતા નથી. અને એ વાત પણ કોઈ પુરાવો નથી મળતો કે તેઓ આ રાજ્યના વારસો છે, તેથી તેમને વારસદાર કઈ રીતે કહી શકાય ? તેથી કોર્ટે તમામ આધારો જોતા અરજી ફગાવી દંડ ફટકાર્યો હતો.


Google NewsGoogle News