Get The App

મહારાષ્ટ્રમાં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
મહારાષ્ટ્રમાં All Is Not Well? 12 દિવસ પછી પણ 9 મંત્રીઓએ હોદ્દો નહીં સંભાળતાં ચર્ચા શરૂ 1 - image


Maharashtra Controversy: મહારાષ્ટ્રમાં મહાયુતિએ સરકાર તો બનાવી લીધી પરંતુ, એવું લાગી રહ્યું છે કે ગઠબંધનમાં બધું બરાબર નથી ચાલી રહ્યું. ચૂંટણી પહેલાંથી જ ચાલી રહેલો કથિત આંતરિક વિવાદ કેબિનેટ વિસ્તાર બાદ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. 25 નવેમ્બરે 39 મંત્રીઓએ શપથ લીધા હતા, પરંતુ હજુ સુધી 9 મંત્રીઓએ પોતાનું પદ નથી સંભાળ્યું. કહેવામાં આવી રહ્યું છે કે, આ મંત્રીઓ પોતાનું મનગમતું મંત્રાલય ન મળવાના કારણે નારાજ છે. આ સાથે એવી પણ માહિતી સામે આવી રહી છે કે, નારાજ મંત્રી પોતાના વિભાગ પર ધ્યાન આપવાની બદલે નવા વર્ષની ઉજવણી માટે નીકળી ગયા છે. 

20 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણી પહેલાંથી મહાયુતિ (ભાજપ, એકનાથ શિંદેવાળી શિવસેના અને અજિત પવારવાળી એનસીપી)માં આંતરિક વિવાદની વાત કહેવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સૌથી પહેલાં બેઠકની વહેંચણીને લઈને નારાજગી સામે આવી હતી. ત્યારબાદ જ્યારે અપેક્ષા કરતાં સારા પરિણામ આવી ગયા તો સરકાર રચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 23 નવેમ્બરે પરિણામ આવ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે ત્રીજીવાર મુખ્યમંત્રીના રૂપે શપથ લીધા હતા. જોકે, ગત મુખ્યમંત્રી એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. વળી, અજિત પવાર ફરીથી નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.

આ પણ વાંચોઃ ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો, પૂણેથી 5 મોટા નેતાના પાર્ટીને 'રામ-રામ', ભાજપ જોડાઈ પણ ગયા

મુખ્યમંત્રી અને મંત્રાલયોને લઈને તણાવ

લાંબા સમય સુધી રાહ જોયા બાદ રાજ્યને મુખ્યમંત્રી મળી ગયા, જોકે વાત ફક્ત અહીં ખતમ ન થઈ. બાદમાં મંત્રાલયોને લઈને ગઠબંધનની પાર્ટીઓમાં તણાવ જોવા મળ્યો. ત્રણેય પાર્ટીઓ પોતપોતાની પસંદના મંત્રાલય ઇચ્છતી હતી. જેને લઈને ભાજપ હાઇકમાન્ડ સાથે અજિત પવાર અને એકનાથ શિંદેની દિલ્હીમાં ઘણી બેઠકો પણ જોવા મળી. લાંબી રસાકસી અને તણાવ બાદ આખરે સરકાર બન્યાના 20 દિવસ બાદ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને 39 મંત્રીઓએ શપથ લીધા હતા. તેમાંથી મોટાભાગના નેતાઓએ તો પોતાનું પદ પણ ગ્રહણ કરી લીધું છે. પરંતુ 9 મંત્રીઓ હજુ પણ એવા છે જેણે શપથ તો લીધા પરંતુ કાર્યભાર સંભાળ્યો નથી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક મંત્રી પોતાની પસંદનો વિભાગ ન મળતાં નારાજ છે. 

અજિત પવારે કર્યો સ્વીકાર

રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ મંત્રી પદના શપથ લેનાર નેતાઓમાં નારાજગીની પુષ્ટિ  કરી છે. એનસીપી પ્રમુખ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું હતું કે, અમુક સભ્ય સ્વાભાવિક રૂપે ખુશ નથી. અજિત પવારનું આ નિવેદન મંત્રીઓના બે વિભાગમાં વહેંચાયા બાદ આવ્યું હતું. એવામાં હવે સ્પષ્ટપણે કહેવામાં આવી રહ્યું છે કે, મહારાષ્ટ્રની મહાયુતિ સરકાર મજબૂતી સાથે જીતીને તો આવી પરંતુ સરકાર અંદરથી મજબૂત નથી દેખાતી.

આ પણ વાંચોઃ 'લૂંટ તો મેં કરી પણ, પોલીસે એન્કાઉન્ટર બીજાનું કરી નાખ્યું', ચોરના દાવાથી યુપી પોલીસ ભીંસમાં

વિપક્ષના પ્રહાર

પરિણામ આવ્યા બાદથી શરુ થયેલા મહાયુતિના કથિત આંતરિક વિવાદ પર વિપક્ષે શરુઆતથી પ્રહાર કરવાનું શરુ કરી દીધું હતું. મંત્રીઓના પદ ન સંભાળવાને લઈને એનસીપી (શરદ પવાર) પ્રવક્તા મહેશ તાપસેએ સરકાર પર નિશાનો સાધતા કહ્યું, 'વર્તમાન સરકારના મંત્રીઓને ખબર છે કે, સરકાર પાસે હવે આર્થિક નિયોજન અને સરકાર ચલાવવા માટે જે પ્લાનિંગ હોય છે, તે નથી. તેથી અમુક મંત્રીઓ આરામથી બેઠા છે.'

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024માં 20 નવેમ્બરે પહેલાં તબક્કામાં આખા રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં 66.05 ટકા મતદાન થયું હતું. ચૂંટણી પરિણામમાં સત્તાધારી મહાયુતિ ગઠબંધન (ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની એનસીપી) એ 288 સભ્યવાળી વિધાનસભામાં 235 બેઠકો સાથે જીત હાંસલ કરી હતી. જોકે, વિપક્ષી મહાવિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધન (કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરે શિવસેના અને શરદ પવારની એનસીપી)ની કોઈપણ પાર્ટી વિપક્ષ નેતાના પદ માટે આવશ્યક બેઠકો પણ નથી જીતી શક્યા, જે છ દાયકામાં પહેલીવાર જોવા મળ્યું છે. 


Google NewsGoogle News