હેં... ના હોય! દારૂ પીવા માટે પણ લાઈસન્સ? કેટલી હોય છે લાઈફટાઈમ ફી, જાણો કોને મળી શકે?

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
All India Liquor Permit

Image:Freepik

All India Liquor Permit: જ્યારે પણ લોકોને આલ્કોહોલ પીવાનું મન થાય ત્યારે લોકો દુકાને જઈને ખરીદી છે અથવા કોઈ બાર કે પબમાં જઈને પી લેતા હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે, જેમ દારૂ વેચતા વેપારીઓને લાયસન્સની જરૂર હોય છે, તેવી જ રીતે દારૂ ખરીદનારાઓને પણ લાયસન્સની જરૂર હોય છે. આ લાયસન્સ મળ્યા બાદ તમે ગમે ત્યાં જઈને દારૂ ખરીદી અને પી શકો છો. તો ચાલો જાણીએ આ લાઇસન્સ કેવી રીતે બને છે અને શા માટે બનાવવું જોઈએ...

સરકાર એવા લોકોને પણ લાઇસન્સ આપે છે જેઓ દારૂ ખરીદે છે, દારૂ સાથે મુસાફરી કરે છે અથવા પીવે છે. આ લાયસન્સ ઓલ ઈન્ડિયા લિકર પરમિટ કહેવાય છે. આ એક પ્રકારનો કાનૂની દસ્તાવેજ છે, જેને લીધા પછી તમે આલ્કોહોલ પીવા સંબંધિત કાનૂની સમસ્યાઓથી બચી શકો છો. 

ઘણા અહેવાલો અનુસાર, જ્યારે એકસાથે મોટી સંખ્યામાં દારૂ પીનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે આ પરમિટની પણ માંગ કરવામાં આવે છે.

ઓલ ઈન્ડિયા લિકર પરમિટને લઈને દરેક રાજ્યના અલગ-અલગ નિયમો છે. ઉદાહરણ તરીકે, મહારાષ્ટ્રમાં દારૂ પીવા માટે લાયસન્સ જરૂરી છે, પરંતુ દિલ્હીમાં એવું નથી. જો તમે પાર્ટી અથવા લગ્નમાં આલ્કોહોલનું સેવન કરો છો, તો પરમિટની ભલામણ કરવામાં આવે છે.

શા માટે બનાવવુ જોઇએ? 

ઓલ ઈન્ડિયા લિકર પરમિટ દારૂની ખરીદી અને વપરાશને કાયદેસર બનાવે છે. જો કોઈ વ્યક્તિ દારૂ પીવા સંબંધિત કાયદાકીય મામલાઓમાં ફસાઈ જાય છે, તો આ પરમિટ તેમના માટે ખૂબ મદદરૂપ છે. આ પરમિટ સાથે, જો તમે નિયમો અનુસાર દારૂ સાથે મુસાફરી કરો છો, તો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

કોણ બનાવી શકે?

ભારતમાં દરેક રાજ્યના દારૂ અંગેના પોતાના નિયમો છે. દરેક રાજ્યની દારૂની નીતિ અલગ-અલગ હોવાને કારણે દારૂ વગેરે પીવા માટેની લઘુત્તમ ઉંમર પણ અલગ-અલગ છે. આવી સ્થિતિમાં, તમે તમારા રાજ્યના નિયમો અનુસાર દારૂની પરમિટ મેળવી શકો છો. ભારતમાં આલ્કોહોલ પીવા માટેની લઘુત્તમ ઉંમર 18 થી 25 વર્ષની છે.  તેથી આ ઉંમરના લોકો આ લાઇસન્સ મેળવી શકે છે પરંતુ, ઘણા રાજ્યોમાં દારૂ પર પ્રતિબંધ છે, જેમાં બિહાર, ગુજરાત, મિઝોરમ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. 

આ લાઇસન્સ કેવી રીતે બને છે? 

આ લાઇસન્સ ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી બનાવી શકાય છે. આ લાઇસન્સ મેળવવા માટે, તમારે તમારી નાગરિકતા અને ઉંમર સંબંધિત દસ્તાવેજોની જરૂર પડશે. આ કાગળોની મદદથી લાઇસન્સ બનાવી શકાય છે. મહારાષ્ટ્રની જેમ તમે ઓનલાઈન માધ્યમથી લાઇસન્સ મેળવી શકો છો. આ માટે,તમે aaplesarkar.mahaonline.gov.in વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તેમજ દસ્તાવેજો સબમિટ કરીને લાઇસન્સ મેળવી શકાય છે. 

ફી કેટલી છે? 

ઘણા રાજ્યોમાં, લાઇસન્સ એક કે બે વર્ષ માટે આપવામાં આવે છે, જ્યારે કેટલાક રાજ્યોમાં, આજીવન લાઇસન્સ પણ જરૂરી છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં એક વર્ષ માટે લગભગ 900 રૂપિયા ફી ચૂકવવી પડે છે જ્યારે આજીવન લાઇસન્સ માટે લગભગ 2000 રૂપિયા ચૂકવવા પડે છે. વિવિધ રાજ્યોમાં આ અલગ હોઈ શકે છે.



Google NewsGoogle News