Fact Check : તમામ કૉલ થશે રેકોર્ડ? વાયરલ મેસેજ પર કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું

એક વાયરલ થઈ રહેલા મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર હવે તમામ કૉલ રેકોર્ડ કરશે

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
Fact Check : તમામ કૉલ થશે રેકોર્ડ? વાયરલ મેસેજ પર કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું 1 - image
Image Twitter 

તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

ભારત સરકાર હવે દરેક પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખશે અને દરેક પ્રકારના કોલ રેકોર્ડ પણ કરશે. આવુ અમે નથી કહી રહ્યા પરંતુ વોટ્સએપ પર વાયરલ થઈ રહ્યું છે, એક વાયરલ થઈ રહેલા મેસેજમાં આ દાવો કરવામાં આવી રહ્યો છે. આ મેસેજને લઈને કેટલાક વોટ્સએપ ગ્રુપમાં ચર્ચાઓ થઈ રહી છે. કોઈ કહી રહ્યુ છે કે સરકાર આવુ ન કરી શકે તો કોઈ કહી રહ્યુ છે કે સરકાર આવુ કરી શકે છે. આ મેસેજની સત્ય હકીકત શું છે, શું ખરેખર સરકાર આવો નિયમ લાવી રહી છે. જે મુજબ દરેક પ્રકારના કોલનું રેકોડિંગ થશે અને દરેક પ્રકારના ફોન પર નજર રાખવામાં આવશે. આવો સત્ય હકીકત વિશે જાણીએ. 

વાયરલ પોસ્ટમાં 13 મુદાઓ પર સરકાર એક્શન લેશે તેવો દાવો કરવામાં આવ્યો છે

1. દરેક કોલ રેકોર્ડ કરવામાં આવશે

2. દરેક કોલના રેકોર્ડને સાચવવામાં આવશે.

3. વોટ્સએપ, ફેસબુક, ટ્વિટર અને દરેક સોશિયલ મીડિયા પર નજર રાખવામાં આવશે.

4. જે નથી જાણતા તેમને જાણ કરો.

5. તમારુ ડિવાઈસ મંત્રાલય ટેકનોલોજી સાથે જોડાયેલ છે. 

6. સાવધાન રહો કોઈને ખોટો મેસેજ ના મોકલો

7. તમારા બાળકો, ભાઈઓ, સંબંધિઓ, મિત્રો, પરિચિતોને કહો કે તેમની સારસંભાળ કરવી જોઈએ અને કદાચ ક્યારેક સોશિયલ મીડિયા ચલાવતા હોય.

8. રાજનીતિક અથવા હાલની પરિસ્થિત પર સરકાર અથવા પ્રધાનમંત્રી સામે તમારો કોઈ ઓડિયો ના મોકલો.

9. વર્તમાનમાં કોઈ પણ રાજનીતિક અથવા ધાર્મિક વિષય પર સંદેશ લખવો અથવા સંદેશ મોકલવો ગુનો બને છે, આવુ કરવાથી વોરંટ વગર ધરપડક થઈ શકે છે.

10. પોલીસ નોટીફિકેશન જાહેર કરે છે.... પછી સાયબર ક્રાઈમ... પછી થશે કાર્યવાહી. આ ખુબ જ ગંભીર છે. 

11. કૃપા કરીને દરેક ગ્રુપના સભ્ય... કૃપા કરીને આ વિષય પર વિચાર કરે.

12. સાવધાન રહો અને કોઈ ખોટો મેસેજ ના મોકલશો અને દરેકને કહો કે આ વિષય પર ધ્યાન આપે.

13. કૃપા કરીને આ મેસેજને શેર કરો.

સરકારે આ મુદ્દે કરી સ્પષ્ટતા...

પ્રેસ ઈન્ફરમેશન બ્યુરો (PIB)ની ફેક્ટ ચેક ટીમ દ્વારા આ વાયરલ પોસ્ટ વિશે ફેક્ટ ચેક કરવામાં આવ્યું, અને આ મુદ્દે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રકારનો કોઈ નિયમ લાગુ કરવામાં આવ્યો નથી. 

Fact Check : તમામ કૉલ થશે રેકોર્ડ? વાયરલ મેસેજ પર કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું 2 - image



Google NewsGoogle News