Get The App

લોકસભા ચૂંટણી પહેલાં મુશ્કેલીમાં ફસાયેલી કોંગ્રેસને રાહત, એકાઉન્ટ અનલૉક થયા, IT ટ્રિબ્યુનલનો નિર્ણય

કહ્યું - આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
લોકસભા ચૂંટણી પહેલાં મુશ્કેલીમાં ફસાયેલી કોંગ્રેસને રાહત, એકાઉન્ટ અનલૉક થયા, IT ટ્રિબ્યુનલનો નિર્ણય 1 - image

image : Twitter


Congress account Frozen|  લોકસભા ચૂંટણી પહેલા મુશ્કેલીમાં મુકાયેલી કોંગ્રેસને રાહત મળી છે. કોંગ્રેસ અને યુથ કોંગ્રેસ સાથે સંકળાયેલા એકાઉન્ટ જે આવકવેરા વિભાગ દ્વારા ફ્રીઝ કરાયા હતા તેને આઈટી ટ્રિબ્યુનલ દ્વારા ફરી અનલૉક કરી દેવામાં આવ્યા છે. પાર્ટીના નેતા વિવેક તન્ખાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના ખાતાઓ પરનું ફ્રીઝ બુધવાર સુધી હટાવી દેવાયું છે. તન્ખાએ કહ્યું કે મેં હાલ દિલ્હીમાં આઈટીએટી બેન્ચ સમક્ષ કોંગ્રેસનો પક્ષ રજૂ કર્યો. અમે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના તમામ ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા. અગાઉ કોંગ્રેસે કેન્દ્ર સરકાર સામે મોટો આરોપ મૂક્યો હતો. પાર્ટીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. અજય માકને એક પત્રકાર પરિષદને સંબોધતા આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના તમામ એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. 

દેશમાં તાળાબંધીનો આરોપ મૂક્યો 

અજય માકને કહ્યું હતું કે આપણા દેશમાં તાળાબંધી કરી દેવામાં આવી છે. લોકશાહીને પણ કબજે કરી લેવામાં આવી છે. હવે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના નેતૃત્વ હેઠળની મોદી સરકાર આવું પગલું ભરીને શું સાબિત કરવા માગે છે? દેશની મુખ્ય પાર્ટીના એકાઉન્ટ્સ ફ્રીઝ કરાયા. આવકવેરા વિભાગે 210 કરોડ રૂપિયાની રિકવરીની માગ કરી. 

લોકતંત્રની હત્યા થઇ રહી છે... 

કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે 2018ના આવકવેરા રિટર્નને આધાર બનાવી કરોડો રૂપિયાની માગણી કરવામાં આવી રહી છે. આ ખૂબ જ શરમજનક વાત છે. લોકતંત્રની હત્યા થઇ રહી છે. લોકસભા ચૂંટણી પહેલાં અમારા એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દેવામાં આવ્યા . કોંગ્રેસ પાર્ટી મેમ્બરશીપ ડ્રાઈવના માધ્યમથી યુથ કોંગ્રેસ દ્વારા પૈસા એકત્રિત કરે છે અને તે પણ ફ્રીઝ કરી દેવામાં આવ્યા. 

લોકસભા ચૂંટણી પહેલાં મુશ્કેલીમાં ફસાયેલી કોંગ્રેસને રાહત, એકાઉન્ટ અનલૉક થયા, IT ટ્રિબ્યુનલનો નિર્ણય 2 - image



Google NewsGoogle News