'નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર યોગ્ય નથી', પૂર્વ PM મનમોહન સિંહનો ઉલ્લેખ કરીને બોલ્યા અલકા લાંબા
Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના શનિવાર (28 ડિસેમ્બર)એ નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની માહિતી આપી. મંત્રાલયે 11:45 વાગ્યાનો સમય નક્કી કરાયો છે. જેના પર મહિલા કોંગ્રેસ અધ્યક્ષ અલકા લાંબાએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, તેમના (પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ) કદના અનુસાર, આ યોગ્ય જગ્યા નથી.
કેન્દ્ર સરકારનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ: અલકા લાંબા
અલકા લાંબાએ 'X' પર લખ્યું કે, 'સરદાર મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર નિગમ બોધ ઘાટ પર કરવા કેવી રીતે યોગ્ય હોઈ શકે? એવું કરવું તેમના સન્માન વિરૂદ્ધ જવા જેવું, આવું પહેલા ક્યારેય કોઈ પૂર્વ વડાપ્રધાનની સાથે નથી થયું. પૂર્વ વડાપ્રધાન અટલ જી તેનું ઉદાહરણ છે, જેમના અંતિમ સંસ્કાર અને સ્મારક યોગ્ય જગ્યાએ બનાવવામાં આવ્યા. કેન્દ્ર સરકારનો આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ અને આઘાત પહોંચાડનારો છે.' જણાવી દઈએ કે, પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર દિલ્હીના સ્મૃતિ સ્થળ પર કરવામાં આવ્યા હતા.
ગૃહ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, 'સરકારે નિર્ણય લીધો છે કે ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. રક્ષા મંત્રાલયને અંતિમ સંસ્કાર પૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવા માટે તૈયારી કરવા જણાવાયું છે.'
કોંગ્રેસ અધ્યક્ષનો વડાપ્રધાન મોદીને પત્ર
આ વચ્ચે કોંગ્રેસે જણાવ્યું કે, 'પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી. સાથે જ એક પત્ર લખીને કોંગ્રેસ તરફથી ભારપૂર્વક અપીલ કરાઈ છે કે, ભારતના સપૂત સરદાર મનમોહન સિંહજીના અંતિમ સંસ્કાર અને સ્મારક માટે વિશેષ જગ્યા આપવી એ જ તેમની સાચી શ્રદ્ધાંજલિ હશે.'
આ પણ વાંચો: શનિવારે રાજકીય સન્માન સાથે થશે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર, અપાશે 21 તોપોની સલામી