વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં હનુમાનજી ખિસકોલીના રૂપમાં બિરાજમાન છે, દર્શન માત્રથી થાય છે દરેક સમસ્યા દૂર
હનુમાનજી પર લોકોને ખૂબ જ આસ્થા અને વિશ્વાસ હોય છે. બજરંગબલીના દર્શન માટે લોકો દૂર-દૂરના મંદિરોમાં જાય છે
અલીગઢના એક મંદિરમાં હનુમાનજીની પૂજા ખિસકોલીના રૂપમાં કરવામાં આવે છે
Gilahraj Hanuman Mandir Aligarh: હનુમાનજીના લાખો મંદિર દેશના ખૂણે ખૂણે આવેલા છે. દરેક મંદિરનું એક આગવું મહત્ત્વ છે. આ તમામ મંદિરોમાં હનુમાનજીની અલગ-અલગ રીતે પૂજા કરવામાં આવે છે. હનુમાનજીનું એવું જ એક અનોખું મંદિર ઉત્તર પ્રદેશના અલીગઢમાં જે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. કારણ કે આ મંદિરમાં હનુમાનજી મહારાજ ખિસકોલીના રૂપમાં બિરાજમાન છે. આ મંદિર ગિલહરાજ હનુમાન મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિર બાબતે એવી માન્યતા છે કે અહીં 41 દિવસ સુધી સતત પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.
વિશ્વનું એકમાત્ર મંદિર
ઉત્તરપ્રદેશના અલીગઢમાં અચલ તાલ સરોવરના કિનારે ગિલહરાજ હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર કેટલા વર્ષ જૂનું છે તે કોઈ જાણતું નથી. એવું માનવામાં આવે છે કે ભારતમાં આ એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન હનુમાનની ખિસકોલીના રૂપમાં પૂજા કરવામાં આવે છે.
હનુમાનજીએ ધારણ કર્યું હતું ખિસકોલીની રૂપ
ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામ, રામ સેતુનું નિર્માણ કરી રહ્યા હતા, તે દરમિયાન ભગવાન શ્રી રામે હનુમાનજી થોડો સમય આરામ કરવા કહ્યું પરંતુ હનુમાનજીએ આરામ ન કર્યો. તેણે ખિસકોલીનું રૂપ ધારણ કર્યું અને પુલ બનાવવામાં રામસેનાને મદદ કરી. ભગવાન રામે હનુમાનજીને ખિસકોલીના રૂપમાં જોઈને તેમના પર હાથ ફેરવ્યો, ત્યારબાદ ખિસકોલીની પીઠ પર ભગવાનના હાથની એ જ રેખા બની ગઈ જે આજે પણ જોઈ શકાય છે.
હનુમાનજીએ આપ્યા સપનામાં દર્શન
ગિલહરાજ મંદિરના મહંત કૈલાશ નાથે જણાવ્યું કે શ્રી મહેન્દ્રનાથ યોગીજી મહારાજ હનુમાનજીને સ્વપ્નમાં મળ્યા હતા અને કહ્યું હતું કે હું અચલ તાલ પર છું, ત્યાં મારી પૂજા કરો. જ્યારે તેઓએ ત્યાં જઈને શોધખોળ કરી તો તેમને માટીના ઢગલા પર ઘણી ખિસકોલીઓ મળી, જ્યારે તેમને કાઢીને ખોદવામાં આવી તો ત્યાંથી મૂર્તિ મળી આવી. આ મૂર્તિ ખિસકોલીના રૂપમાં હનુમાનજીની હતી. ત્યારથી આ મૂર્તિ મંદિરમાં સ્થાપિત કરવામાં આવી અને તેની પૂજા થવા લાગી.
Gilahraj Ji Hanuman Mandir : देश का इकलौता मंदिर जहां गिलहरी के रूप में विराजे हैं बजरंगबली\https://t.co/syKSqqOmVB#GilahrajJi #HanumanMandir #alighar #bharatsamvad #shorts #lordhanuman pic.twitter.com/Wiuo8sPDFa
— BHARAT SAMVAD (@SamvaadMedia) February 21, 2024
હનુમાનની દેખાય છે આંખ
આ મંદિર ખૂબ જ પ્રાચીન હોવાનું કહેવાય છે. મહાભારત કાળ દરમિયાન, ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ દાઉજી મહારાજે અચલ તાલમાં પ્રથમ વખત ખિસકોલીના રૂપમાં હનુમાનજીની પૂજા કરી હતી. આખી દુનિયામાં અચલ તાલના મંદિરમાં આ એકમાત્ર એવું પ્રતીક છે જ્યાં ભગવાન હનુમાનની આંખ દેખાય છે.
પૂજા કરવાથી બધી તકલીફો થાય છે દૂર
એવી માન્યતા છે કે આ મંદિરમાં 41 દિવસ સુધી સતત પૂજા કરવાથી દુ:ખ અને પીડા દૂર થાય છે. અહીંયા દર્શન કરવાથી શનિ અને અન્ય ગ્રહોના પ્રકોપથી મુક્તિ મળે છે. અહીં બજરંગબલીને દરરોજ 50-60 ચોલા વસ્ત્રો ચઢાવવામાં આવે છે.