Get The App

અમે મણિપુર કહ્યું અને એ સમજ્યા કરીના કપૂર...', કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે તાક્યું નિશાન

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
PM Modi


Kapoor Family Meeting With PM Controversy: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બોલિવૂડ જગતના લોકપ્રિય કપૂર પરિવારની  મુલાકાત રાજકીય મુદ્દો બની છે. આ મુલાકાત પર ટીખળ કરતાં કોંગ્રેસ નેતા પવન ખેડાએ નિવેદન આપ્યું હતું કે, અમે મણિપુર બોલ્યા હતા, તે કરિના કપૂર સમજ્યા...

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને દિર્ગદર્શક રાજ કપૂરની 100મી જન્મ જયંતિના ભાગરૂપે આમંત્રણ આપવાં ગઈકાલે કપૂર પરિવાર વડાપ્રધાન મોદીના આવાસ સ્થાને આવ્યો હતો. જેના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કોંગ્રેસ નેતા પવન ખેડાએ ટીખળ કરતી પોસ્ટ કરી હતી. જો કે, બાદમાં તે પોસ્ટ ડિલિટ કરી દીધી હતી.

ભાજપે કોઈ પ્રતિક્રિયા આપી નથી

પવન ખેડાની આ સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે ભાજપે અત્યારસુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. પવન ખેડાએ પણ જોશમાં ને જોશમાં ટ્વિટ તો કરી દીધુ હતું. પરંતુ બાદમાં તેને થોડી જ ક્ષણોમાં ડિલિટ કર્યુ હતું. 

રાજકપૂરની છબિ લોકોના મનમાં વસે તેવો પ્રયાસ

ફિલ્મ નિર્માતા અને અભિનેતા રાજકપૂરની 14 ડિસેમ્બરે 100મી જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. જેના આમંત્રણ પર વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, રાજ કપૂર ભારતીય સિનેમા જગતના પાયા સમાન છે. તેમની આ સ્વર્ણિમ યાત્રાની શરૂઆત 1947માં નીલ કમલ દ્વારા થઈ હતી. 100 વર્ષના વારસા પર નજર કરીએ તો બોલિવૂડમાં તેમનું મહત્ત્વનું યોગદાન છે. રાજ કપૂર સાહેબે વિશ્વમાં ભારતનો સોફ્ટ પાવર સ્થાપિત કર્યો છે. આપણે એક એવી ફિલ્મનું નિર્માણ કરવુ જોઈએ જે મધ્ય-એશિયાના લોકોના હ્યદયમાં રાજ કપૂરની છબિ સ્થાપિત કરે.

અમે મણિપુર કહ્યું અને એ સમજ્યા કરીના કપૂર...', કોંગ્રેસે વડાપ્રધાન મોદી સામે તાક્યું નિશાન 2 - image


Google NewsGoogle News