VIDEO: ફેંગલ વાવાઝોડું ટકરાયું, તમિલનાડુ અને પોંડુચેરીમાં એલર્ટ, પવન સાથે ભારે વરસાદ ખાબક્યો
Cyclone Fengal : ફેંગલ વાવાઝોડું શનિવારે (30મી નવેમ્બર) ઉત્તર તમિલનાડુ અને પોંડુચેરીની નજીક દસ્તક દીધી છે. ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું આગામી ચાર કલાકની અંદરમાં તમિલનાડુ અને પોંડુચેરીના દરિયાકાંઠાને પાર કરશે. તેવામાં તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. આ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભૂસ્ખલન થયું હોવાની જાણકારી મળી છે. પરંતુ વાવાઝોડાંની આપત્તિ પહેલા જ ચેન્નઈમાં ટ્રેન અને હવાઈ સેવાઓ બંધ કરાઈ છે. આ સાથે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
પોંડુચેરીમાં વાવાઝોડુંનું એલર્ટ
હવામાન વિભાગ પ્રમાણે, ચક્રવાતનું લેન્ડફોલ આજે સાંજે 5:30 વાગ્યે શરૂ થયું હતું. જે પોંડુચેરી વિસ્તારની નજીક થઈ રહ્યું હતું અને અનુમાન છે કે આ પ્રક્રિયા ચાર કલાકમાં પૂરી થશે. જ્યારે વાવાઝોડું પોંડુચેરી પહોંચતા પહેલા જ અધિકારીઓ દ્વારા લોકોને સતર્ક રહેવા સૂચના આપી હતી. જેમાં આજે શનિવારે થયેલા ભારે વરસાદ પગલે આશરે 12 લાખ લોકોને એસએમએસના માધ્યમથી એલર્ટ કરવામાં આવ્યાં હતા.
સ્કૂલ અને કોલેજો બંધ
ફેંગલ વાવાઝોડું કારણે રાજ્યના અનેક જિલ્લાની સ્કૂલ અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે વાવાઝોડુંને પગલે કેટલાય લોકો સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી લીધું. આ સાથે પોંડુચેરીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યાં છે. જેમાં પ્રશાસને લોકોને સતર્ક રહેવા સૂચના આપી.
આ પણ વાંચો: તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર: શાળા-કૉલેજો, ઍરપૉર્ટ બંધ, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ
આંધ્ર પ્રદેશમાં હવામાન વિભાગનું એલર્ટ
IMD એ આંધ્ર પ્રદેશના દક્ષિણ તટીય અને રાયલસીમા વિસ્તારોમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જ્યારે SPSR એ નેલ્લોર, તિરુપતિ અને ચિત્તૂર જિલ્લાઓ સહિતના અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.