સપાના પ્રસ્તાવ પર કોંગ્રેસનું મૌન, અખિલેશ યાદવ ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ નહીં થાય
સપાએ કોંગ્રેસને 17 બેઠકોનો પ્રસ્તાવ મૂક્યો હતો
Akhilesh Yadav will not Attend Bharat Jodo Nyay Yatra : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav) રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)માં સામેલ થશે નહીં. આવી સ્થિતિમાં સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અખિલેશ યાદવે પણ I.N.D.I.A ગઠબંધનનો સાથ છોડી દીધો છે.
કોંગ્રેસ દ્વારા SPના પ્રસ્તાવ પર કોઈ જવાબ મોકલ્યો ન હતો
કોંગ્રેસે સોમવારે I.N.D.I.A ગઠબંધન હેઠળ 17 બેઠકો પર ચૂંટણી લડવાના સમાજવાદી પાર્ટી (SP)ના પ્રસ્તાવ પર કોઈ જવાબ મોકલ્યો ન હતો. અખિલેશે સોમવારે પત્રકારોના સવાલોના જવાબમાં કહ્યું કે જ્યાં સુધી સીટોની વહેંચણી નહીં થાય ત્યાં સુધી સપા તેમની ન્યાય યાત્રામાં ભાગ લેશે નહીં. અગાઉ અખિલેશ રાયબરેલીમાં યાત્રામાં સામેલ થવાના હતા. સૂત્રોના જણાવ્યાનુસાર સપાએ અમેઠી, રાયબરેલી, બારાબંકી, સીતાપુર, કૈસરગંજ, વારાણસી, અમરોહા, સહારનપુર, ગૌતમ બુદ્ધ નગર, ગાઝિયાબાદ, બુલંદશહર, ફતેહપુર સીકરી, કાનપુર, હાથરસ, ઝાંસી, મહારાજગંજ અને બાગપત સીટો કોંગ્રેસને આપી છે. જોકે કોંગ્રેસ પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરવામાં આવી નથી.
સપાએ કોંગ્રેસને 17 બેઠકોનો પ્રસ્તાવ મૂક્યો હતો
સમાજવાદી પાર્ટીએ કોંગ્રેસને ગઠબંધન હેઠળ 17 બેઠકો પર તેના ઉમેદવારો ઉભા રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે. અગાઉ, સપાએ કોંગ્રેસને 11 બેઠકો પર ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે બંને પક્ષો વચ્ચે નિવેદનબાજી શરૂ થઈ ગઈ હતી. સોમવારે સપા પ્રમુખ અખિલેશ યાદવે કોંગ્રેસ માટે 17 લોકસભા સીટો છોડવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે સપા અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને લાંબા સમયથી વાતચીત ચાલી રહી છે. પહેલા બંને પક્ષો વચ્ચે 15 બેઠકો પર વાતચીત થઈ હતી.