Get The App

અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ

Updated: Jan 26th, 2025


Google NewsGoogle News
અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ 1 - image


Prayagraj Maha Kumbh 2025 : સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આજે પ્રયાગરાજના મહાકુંભમાં પહોંચી ડુબકી લગાવવાનો લહાવો લીધો છે. અખિલેશે સંગમમાં 11 પવિત્ર ડુબકી લગાવી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, તમામ લોકો કુંભમાં આવે છે, લોકો પોતાની આસ્થા લઈને અહીં આવે છે. 

અખિલેશે ભાજપ પર સાધ્યું નિશાન

સંગમમાં ડુબકી લગાવ્યા બાદ અખિલેશે ભાજપ પર નિશાન સાધવાનું ચુક્યા ન હતા. તેમણે કહ્યું કે, વિભાજનકારી અને નકારાત્મક રાજકારણને કોઈ સ્થાન નથી. મેં અગાઉ હરિદ્વારમાં ડુબકી લગાવી હતી અને આજે મને મહાકુંભમાં સંગમમાં ડુબકી લગાવવાની તક મળી છે.

અખિલેશ યાદવે મહાકુંભમાં 11 ડૂબકી લગાવી, કહ્યું- હજારો કરોડ ખર્ચ્યા છે તો સારી વ્યવસ્થા હોવી જોઈએ 2 - image

વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા હોવી જોઈએ : અખિલેશ

તેમણે કહ્યું કે, ‘સરકારમાં બેઠેલા લોકોએ મહાકુંભમાં કરાયેલા આયોજનને ખેલ આયોજન ન બનાવવું જોઈએ. મેં અહીં જોયું કે, મહાકુંભના જુદાં જુદાં સ્થળો પર વૃદ્ધો આવી રહ્યા છે, જેમના માટે એવું આયોજન હોવું જોઈએ કે, કોઈને પણ પરેશાન ન થાય.

આ પણ વાંચો : અટારી-વાઘા બોર્ડર પર ગણતંત્ર દિવસે જશ્નનો માહોલ, બીટિંગ ધ રિટ્રીટમાં જવાનોનું શક્તિ પ્રદર્શન

‘બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર નહીં બચે’

સમાજવાદી પાર્ટીના પ્રમુખે કહ્યું કે, ‘મહાકુંભ ભાગલા પાડવાની જગ્યા નથી. કુંભમાં સદભાવના, સંવાદિતા, સહનશીલતા યથાવત્ રહેવી જોઈએ. બુલડોઝર ચાલે કે ન ચાલે, સરકાર બચી નહીં શકે. જ્યારે સરકાર જ નહીં હોય તો બુલડોઝર કોની પાસે રહેશે. નેતાજી (પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવ) વખતે યોજાયેલા કુંભમાં ઓછા ખર્ચે કુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરના મહાકુંભમાં ચાલવા માટે અસુવિધા જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં વૃદ્ધો માટે એવી વ્યવસ્થા હોવી જોઈએ કે, તેમને વધુ ન ચાલવું પડે. VIP માટે પણ સારી સુવિધા ઉભી કરવી જોઈએ.’

આ પણ વાંચો : ત્રણ બાળકો પેદા કરે દરેક હિન્દુ પરિવાર: વિશ્વ હિન્દુ પરિષદની માંગ, CM યોગી પણ હતા હાજર


Google NewsGoogle News