Get The App

કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન, જાણો ભારતમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન, જાણો ભારતમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી 1 - image


Bulldozer Election Symbol:  હાલમાં ભારતમાં બુલડોઝર ખૂબ ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટથી લઈને રાજકીય નિવેદનો સુધી બધે જ બુલડોઝર છવાઈ ગયું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ‘દરેક વ્યક્તિના હાથમાં બુલડોઝર સારું ન લાગે.’ સામે અખિલેશ યાદવે સંભળાવ્યું હતું કે, ‘જો તમે અને તમારું બુલડોઝર આટલું બધું સફળ હોય તો તમારે અલગ પાર્ટી બનાવીને બુલડોઝરના પ્રતીક સાથે ચૂંટણી લડવી જોઈએ.’ આ નિવેદનબાજીમાંથી એવો સવાલ જાગે એમ છે કે શું ખરેખર ‘બુલડોઝર’ કોઈ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન બની શકે એમ છે? ચાલો જાણીએ એનો જવાબ. સાથે એ પણ જાણીએ કે ભારતમાં કેવા કેવા ચૂંટણી ચિહ્નો સાથે ચૂંટણી લડી શકાય છે અને કેવા કેવા ચૂંટણી ચિહ્નો પર નહીં… 

આ પણ વાંચો : 'ફૂંગસુક વાંગડુ' મોદી સરકારનું ટેન્શન વધારશે, 'લદાખ ટુ દિલ્હી' પદયાત્રા શરૂ કરી, જાણો શું છે માગ

આ રીતે પસંદ કરાય છે ચૂંટણી ચિહ્ન   

ભારતના ચૂંટણી પંચે ચૂંટણી ચિહ્નોની યાદીમાં ઘણી વસ્તુઓનો સમાવેશ કર્યો છે. ચૂંટણી લડનારા ઉમેદવારો તે ચિહ્નોમાંથી જ કોઈ એકની પસંદગી કરીને ચૂંટણી લડી શકે છે. કોઈપણ વ્યક્તિ મનફાવે એવી વસ્તુને પોતાનું ચૂંટણી ચિહ્ન બનાવી ન શકે. 

અનામત ચૂંટણી ચિહ્નો

ઘણા ચૂંટણી ચિહ્નો રાજકીય પક્ષો દ્વારા અનામત રાખવામાં આવ્યા છે. એવા ચિહ્નો કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારને આપી શકાય નહીં. દા.ત. અખિલેશ યાદવની જ સમાજવાદી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ‘સાયકલ’ સાથે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડી શકે નહીં. પ્રમુખ પક્ષો માટે અનામત રખાયેલા આવા ચૂંટણી ચિહ્નોને ‘રિઝર્વ સિમ્બોલ’ કહેવાય છે. 

આ પણ વાંચો : રાહુલ ગાંધી તો રાજીવ ગાંધી કરતા પણ વધુ બુદ્ધિજીવી, તેમનામાં PM બનવાના તમામ ગુણઃ સામ પિત્રોડા

ફ્રી સિમ્બોલ

ચૂંટણી પંચ દ્વારા અમુક ચિહ્નો ‘ફ્રી સિમ્બોલ’ તરીકે વર્ગીકૃત કર્યા છે. ઓટો રીક્ષા, કબાટ, ક્રિકેટ બેટ વગેરે આવા ચિહ્નો છે. આવા ફ્રી સિમ્બોલને કોઈપણ ઉમેદવાર પસંદ કરી શકે છે. 

એક જણનું ચૂંટણી ચિહ્ન બીજાને આ શરતે આપી શકાય

એક રાજ્યના પ્રાદેશિક પક્ષનું ચૂંટણી ચિહ્ન એ જ રાજ્યના કોઈ ઉમેદવારને આપી શકાતું નથી, પણ અન્ય રાજ્યના ઉમેદવારને આપી શકાય છે. ઉદાહરણ તરીકે, મધ્ય પ્રદેશની એક પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘સ્કૂટર’ છે, તો મધ્ય પ્રદેશમાં કોઈ અપક્ષ ઉમેદવારને ‘સ્કૂટર’ ચૂંટણી ચિહ્ન આપવામાં આવશે નહીં. પણ, મધ્ય પ્રદેશ સિવાયના રાજ્યમાં ચૂંટણી લડનાર કોઈપણ સ્વતંત્ર ઉમેદવારને ‘સ્કૂટર’ ચૂંટણી ચિહ્ન આપી શકાય છે. 

કોને આપી શકાય બુલડોઝર ચૂંટણી ચિહ્ન?

કોઈને નહીં! ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી માટે જાહેર કરાયેલ ચૂંટણી ચિહ્નોની યાદીમાં બુલડોઝરનો સમાવેશ થતો નથી. આ અગાઉના વર્ષોમાં પણ ચૂંટણી ચિહ્નોની યાદીમાં બુલડોઝરનું નામ ક્યારેય નહોતું. તેથી કોઈપણ ઉમેદવાર પોતાના ચૂંટણી ચિહ્ન તરીકે બુલડોઝરનો ઉપયોગ કરી શકે એમ નથી. એટલે એમ કહી શકાય કે યોગી આદિત્યનાથને ભલે બુલડોઝર બહુ વહાલું લાગતું હોય, પણ તેઓ એને ચૂંટણી ચિહ્ન તરીકે વાપરી શકે એમ નથી.

બુલડોઝર સિવાય આ વસ્તુઓ સાથે ચૂંટણી નથી લડી શકાતી 

બુલડોઝર ઉપરાંત ઘણી વસ્તુઓ છે, જેનો ચૂંટણી ચિન્હોની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બંદૂક, છરી જેવી કોઈપણ નકારાત્મક વસ્તુનો સમાવેશ યાદીમાં કરવામાં આવ્યો નથી. જૂતા અને ચપ્પલ જેવી ચીજોને પણ તેમની નેગેટિવ ઈમેજના કારણે યાદીમાં નથી સમાવાઈ. 

આ પણ વાંચો : અગ્નિવીરો માટે ગૂડ ન્યૂઝ! સૈન્યમાં જળવાઈ રહેવાની મુદ્દત સહિત પગાર-ભથ્થાં પણ બદલાઈ શકે

કઈ પાર્ટીને મળશે ‘બુલડોઝર’નું ચૂંટણી ચિહ્ન, જાણો ભારતમાં કેવા ચિહ્ન પર નથી લડી શકાતી ચૂંટણી 2 - image

આ વસ્તુઓ વાપરી શકાય ચૂંટણી ચિહ્ન તરીકે

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી ચિહ્નોની યાદીમાં હાલમાં 190 ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં વીંટી, બંગડી, કાનના ઈયરિંગ્સ અને મોતીનો હાર જેવા ઘરેણાં તથા ઓટો રીક્ષા, દરિયાઈ જહાજ અને હોડી જેવા વાહનોનો સમાવેશ થાય છે. એ ઉપરાંત ઉંદર, એર કન્ડીશનર, લેપટોપ, કમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, સીસીટીવી કેમેરા, ડ્રિલ મશીન, વેક્યુમ ક્લીનર, પેન ડ્રાઈવ, બ્રેડ ટોસ્ટર, રિમોટ, સ્ટેપલર, સ્ટેથોસ્કોપ, એક્સ્ટેંશન બોર્ડ, માઇક, ડીઝલ પંપ, ડીશ એન્ટેના, ડોલી, ગેસ સિલિન્ડર, ગેસ સ્ટોવ, કીટલી, રસોડું, સિંક, પાન, પેટ્રોલ પંપ, ફોન ચાર્જર, પ્રેશર કૂકર, પંચિંગ મશીન, કાતર, સીવણ મશીન, સોફા, હીંચકો, ટેબલ, ટેલિવિઝન, ટ્યુબ લાઈટ, મિક્સર, સ્વીચ બોર્ડ, સિરીંજ, ફ્રાઈંગ પૅન, હેડફોન, હેલ્મેટ, રોબોટ, રૂમ કૂલર, હીટર, કપડાં, બલૂન, બેટ, બેટ્સમેન, પટ્ટો, બેન્ચ, સાયકલ પંપ, ટેલિસ્કોપ, પેટી, ઇંટ, બ્રીફકેસ, બ્રશ, ડોલ જેવી વસ્તુઓ પણ આ યાદીમાં સામેલ છે.


Google NewsGoogle News