એ ચૂપ... લોકસભામાં પોતાના જ સાંસદો કેમ ભડક્યા અખિલેશ યાદવ? મહાકુંભ મુદ્દે સરકાર સામે કર્યા પ્રહાર
Akhilesh Yadav: લોકસભામાં રાષ્ટ્ર પ્રમુખના અભિભાષણ પર ચર્ચા શરૂ છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ અખિલેશ યાદવે મંગળવારે (4 ફેબ્રુઆરી) ચર્ચમા ભાગ લીધો. અખિલેશ યાદવે મહાકુંભ નાસભાગમાં મૃતકો માટે 2 મિનિટના મૌનની માંગ કરી. જેના પર લોકસભા સ્પીકરે કહ્યું કે, આ મારો અધિકાર છે. તેના પર અખિલેશ યાદવે કહ્યું કે, જી આ તમારો જ અધિકાર છે, આ ફક્ત હું માંગ કરી રહ્યો છું. આ દરમિયાન અખિલેશ યાદવની પાર્ટીના નેતાઓએ બૂમો પાડવાનું શરૂ કર્યું તો અખિલેશ યાદવે પોતાના હેડફોનને કાનથી દૂર કર્યા અને તેમને ફટકાર લગાવવાનું શરૂ કરી દીધું.
આ પણ વાંચોઃ 10 અને 20 રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર, સરકારે લોકસભામાં આપી જાણકારી
સેનાને સોંપો જવાબદારી
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મૌનની માંગ સામે બૂમો પાડતા સાંસદોને 'એ ચૂપ...' કહીને બંધ કરાવ્યા અને બાદમાં મહાકુંભ વિશે વાત શરૂ કરી. તેમણે કહ્યું કે, 'સરકાર સતત બજેટના આંકડા આપી રહી છે. અન્ય આંકડા આપતા પહેલાં મહાકુંભમાં મૃતકોના આંકડા પણ આપી દો. હું માંગ કરૂ છુ કે, મહાકુંભની વ્યવસ્થા વિશે સ્પષ્ટીકરણ આપવા માટે ઑલપાર્ટી મિટિંગ બોલાવવામાં આવે. મહાકુંભ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગુમ થયેલાં-મળેલાં કેન્દ્રની જવાબદારી સેનાને આપવામાં આવે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં મતદાન પહેલા AAP અને BJP વચ્ચે વિવાદ, CM આતિશી અને ભાજપના નેતાના પુત્ર સામે FIR
મૃતકોના આંકડા કેમ સંતાડવામાં આવ્યા?
આ સિવાય અખિલેશ યાદવે માંગ કરી કે, મહાકુંભ અકસ્માતમાં થયેલા મોત, ઈજાગ્રસ્તોની સારવાર, દવા, તબીબો, ભોજન, પાણી, પરિવહનની ઉપલબ્ધતાના આંકડા રજૂ કરવામાં આવે. મહાકુંભ નાસભાગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હકીકત છુપાવનારાને પણ સજા મળે. અમે ડબલ એન્જિન સરકારને પૂછીએ છીએ કે, જો તમારો કોઈ વાંક નથી તો આંકડા કેમ દબાવવામાં અને સંતાડવામાં આવ્યા?