Get The App

કોંગ્રેસ-ઠાકરેથી નારાજ થયા અખિલેશ યાદવ: ચેતવણી આપતા કહ્યું- રાજકારણમાં ત્યાગને કોઈ સ્થાન નથી

Updated: Oct 27th, 2024

GS TEAM


Google News
Google News
Akhilesh Yadav


Maharashtra Assembly Election 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે રાજકીય પક્ષો ઉમેદવારોની જાહેરાત કરી રહી છે. જેમાં બેઠક ફાળવણી મુદ્દે મહા વિકાસ અઘાડીની મુશ્કેલીઓ દૂર થવાનું નામ લઈ રહી નથી. મહા વિકાસ અઘાડી સપાના અબુ આઝમીએ બેઠક ફાળવણી મુદ્દે શનિવારનું અલ્ટિમેટમ આપ્યા બાદ હવે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ચેતવણી આપી દીધી છે.

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં બેઠક ફાળવણી મુદ્દે સપાના પ્રદેશ પ્રમુખ નિર્ણય લેશે. અમે પહેલાં ગઠબંધનમાં રહેવાનો પ્રયાસ કરીશું. પરંતુ જો ગઠબંધનમાં અમને સ્થાન ન મળ્યું તો અમે એવી બેઠકો પર ચૂંટણી લડીશું, જ્યાં અમને મત મળવાની સંભાવના છે તથા અમારૂ સંગઠન વર્ચસ્વ ધરાવતી બેઠકો પર ચૂંટણી લડીશું. પરંતુ રાજકારણમાં ત્યાગનું કોઈ સ્થાન નથી.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાની દીકરી પર ભાજપ નેતાની જીભ લપસી, લોકોએ પોલીસ સ્ટેશનને ઘેરી આગચંપી કરી


મહા વિકાસ અઘાડી ગઠબંધનમાં સપાએ પાંચ બેઠકો માગી છે. પરંતુ કોંગ્રેસ, શિવસેના (યુબીટી), એનસીપી (શરદ) આ બેઠકો આપવા તૈયાર થઈ રહી ન હોવાની અટકળો છે. જેના લીધે સપા બળવો કરવાના મૂડમાં છે.

અમને 5 બેઠકો આપો, નહીં તો 25 પર લડીશું

મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ જણાવ્યુ હતું કે, બેઠકોની ફાળવણી પહેલાં જ થઈ જવી જોઈતી હતી. અમે મહા વિકાસ અઘાડીનો હિસ્સો છે, પરંતુ બેઠકો પર ફાળવણી થઈ રહી નથી. અમે ક્યારેય પણ મતની ફાળવણી કરવા ઈચ્છતા નથી. અમે પાંચ બેઠકો પર જીત હાંસલ કરી શકીશું. જો અમને પાંચ બેઠકો આપવા નહીં આવે તો અમે 25 બેઠકો પર ચૂંટણી લડીશું.

કોંગ્રેસ-ઠાકરેથી નારાજ થયા અખિલેશ યાદવ: ચેતવણી આપતા કહ્યું- રાજકારણમાં ત્યાગને કોઈ સ્થાન નથી 2 - image

Tags :