Get The App

મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને ઠાકરેનું વધ્યું ટેન્શન, અખિલેશ યાદવે કર્યો મોટો ખેલ

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
AKHILESH YADAV AND RAHUL GANDHI


Maharashtra Vidhan Sabha Election 2024  : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. દરેક પાર્ટી બેઠકને લઈને ગઠબંધન સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરી રહી છે. સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ એકશનમાં આવી ગયા છે. આ દરમિયાન મહાવિકાસ અઘાડી (MVA) સાથે બેઠકો અંગેની વાતચીત વચ્ચે સમાજવાદી પાર્ટીએ ચાર બેઠકો પર તેમના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. અને ટૂંક સમયમાં જ સપાના અન્ય બેઠકો પરના ઉમેદવારો નામ જાહેર કરવામાં આવી શકે છે. જેને લઈને ચૂંટણી પહેલા રાહુલ ગાંધી અને ઠાકરેનું ટેન્શન વધી ગયું છે. 

આ પણ વાંચો: પેટાચૂંટણી: યોગીના ગઢમાં કઈ વ્યૂહનીતિ અપનાવશે ભાજપ? નવ બેઠકો પર ખરાખરીનો જંગ

શિવાજી નગર-   અબુ આઝમી

ભિવંડી પૂર્વ-       રઈસ શેખ

ભિવંડી પશ્ચિમ-  રિયાઝ આઝમી

માલેગાંવ -         શાને હિંદ

સપા સાંસદે શું કહ્યું?

મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અબુ આઝમીએ તેમના સોશિયલ મીડિયા X હેન્ડલ પર ટ્વિટ કરીને કહ્યું કે, માલેગાંવ PDA જનસભાના સપા રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ દ્વારા અત્યાર સુધીમાં તેમના 4 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં શિવાજી નગરથી અબુ આઝમી, ભિવંડી પૂર્વથી રઈસ શેખ, ભિવંડી પશ્ચિમથી  રિયાઝ આઝમી અને માલેગાંવ શાને હિંદ આ ચાર નામ જાહેર કર્યા છે.   

VIDEO: ઘરમાં ઘૂસી બધી બિયર પી ગઈ ગાય, પછી ક્યારેય ન જોયા હોય તેવા દૃશ્યો દેખાયા

ટૂંક સમયમાં સપાના અન્ય બેઠકો પરના ઉમેદવારો જાહેર કરાશે

તેમણે કહ્યું, "મહાવિકાસ અઘાડી દ્વારા સપાની માંગ માત્ર એ બેઠકો માટે છે, જેના પર સપા મજબૂત છે અને ચૂંટવાની તાકાત ધરાવે છે. સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની મહાવિકાસ અઘાડીના નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ સપાના અન્ય બેઠકો પરના ઉમેદવારો નામ જાહેર કરવામાં આવશે." 

અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની 288 સીટોમાંથી 258 સીટો પર મહા વિકાસ અઘાડી વચ્ચે સહમતિથી થઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હજુ પણ લગભગ 30 એવી બેઠકો છે, જેના પર ત્રણેય પક્ષો વચ્ચે કોઈ સહમતિ થઈ શકી નથી. MVA માં કોંગ્રેસ, શરદ પવાર જૂથની NCP-SP અને ઉદ્ધવ જૂથની શિવસેના-UBTનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News