‘બસ, થોડા દિવસની મહેમાન છે મોદી સરકાર...' મમતાની રેલીમાં અખિલેશ યાદવનું મોટું નિવેદન

Updated: Jul 21st, 2024


Google NewsGoogle News
‘બસ, થોડા દિવસની મહેમાન છે મોદી સરકાર...' મમતાની રેલીમાં અખિલેશ યાદવનું મોટું નિવેદન 1 - image


Akhilesh Yadav in Bengal: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસની શહીદ દિવસ રેલીના મંચ પરથી સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આજે કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન તેમણે મોટું નિવેદન આપતા કહ્યું કે, આ સરકાર ટૂંક સમયમાં પડી જશે. 

કોલકાતાના ધર્મતલ્લામાં આયોજિત રેલીને સંબોધિત કરતા અખિલેશ યાદવે કહ્યું કે, આ વખતે જે લોકો સત્તામાં આવ્યા છે તેઓ થોડા દિવસના જ મહેમાન છે. આ સરકાર વધુ દિવસ નહીં ચાલશે. મોદી સરકાર બસ થોડા દિવસની મહેમાન છે. તેમણે દાવા સાથે કહ્યું કે, કેન્દ્રની સરકાર થોડા જ દિવસોમાં પડી ભાંગશે. 

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રશંસા કરતા અખિલેશ યાદવે કહ્યું કે, તેઓ જીવને જોખમમાં મૂકીને લડે છે. કેન્દ્રમાં સત્તા પર વિભાજનકારી શક્તિઓ બેઠી છે જેઓ દેશના ભાગલા પાડીને રાજ કરવા માંગે છે પરંતુ તેઓ સફળ નહીં થશે. નજીકના ભવિષ્યમાં તેમને પરાજિત કરવામાં આવશે.

સપા પ્રમુખે આગળ કહ્યું કે બંગાળ અને યુપીના લોકો દેશને વિભાજિત કરનારી શક્તિઓ સામે સાથે મળીને લડ્યા. તેઓ સત્તામાં માત્ર થોડા જ દિવસના મહેમાન છે. બંગાળે તેમને હરાવ્યા, યુપી પણ આ લડાઈમાં સામેલ થયું. કેન્દ્રમાં સત્તામાં રહેલી આ સરકાર જેને લોકોની ચિંતા નથી, તે ટૂંક સમયમાં પડી જશે. તેઓ સત્તા માટે તલપાપડ છે. અમે તેમને પડતા જોઈશું અને ટૂંક સમયમાં જ ખુશીના દિવસો જોઈશું. અમે સકારાત્મક રાજનીતિમાં વિશ્વાસ કરીએ છીએ. લોકોના જીવનમાં પરિવર્તનનો સમય આવી ગયો છે. બંધારણ અને દેશને બચાવવા આપણે સૌએ એકજૂથ થવું પડશે.


Google NewsGoogle News