ષડયંત્ર રચીને એક ભાવી વડાપ્રધાનને મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા : અખિલેશ યાદવ

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ષડયંત્ર રચીને એક ભાવી વડાપ્રધાનને મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા : અખિલેશ યાદવ 1 - image


Bihar Politics : બિહારમાં નીતીશ કુમારે અંતે મહાગઠબંધનનો સાથ છોડીને NDA ગઠબંધનની સરકાર બનાવી છે. આજે નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. નીતીશ કુમાર નવમી વખત બિહારના મુખ્યમંત્રી બન્યા છે. ત્યારે હવે અખિલેશ યાદવે ભાજપ પર ગુસ્સો ઠાલવ્યો છે.

ભાજપે બિહારની જનતાનું કર્યું અપમાન : અખિલેશ

નીતીશ કુમારના રાજીનામાં બાદ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ ટ્વિટ 'X' કર્યું છે. અખિલેશે કહ્યું કે, 'આ ભાજપની લોકસભા ચૂંટણી હારવાની હતાશાનું પરિણામ છે... જેનાથી ષડયંત્ર રચીને એક ભાવી વડાપ્રધાનને પોતાની સાથે મિલાવીને મુખ્યમંત્રી પદ સુધી સીમિત કરી દીધા. ભાજપે બિહારની જનતાનું અપમાન કર્યું છે અને જનમતનું પણ. જનતા આ અપમાનનો જવાબ ભાજપ ગઠબંધનને લોકસભા ચૂંટણી હરાવીને આપશે. બિહારના તમામ લોકો આગામી મત, બિહારનું સન્માન બચાવવા માટે આપશે અને ભાજપને હરાવવા માટે.'

આ અગાઉ કરેલા એક ટ્વિટ 'X'માં અખિલેશે લખ્યું હતું કે, 'ભાજપ પોતાના જીવનકાળમાં આટલી નબળી ન હતી, જેટલી આજે થઈ ગઈ. આજે વિશ્વાસઘાતનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જનતા આનો જડબાતોડ જવાબ આપશે. કોઈ તમારા પર વિશ્વાસ ન કરે, એક વ્યક્તિ તરીકે કોઈની આનાથી મોટી હાર બીજી કોઈ ન હોય શકે.'

નીતીશ થાકેલા મુખ્યમંત્રી, અમે તેમની પાસેથી કામ કરાવ્યું : તેજસ્વી યાદવ

તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'બિહારમાં હજુ ખેલા થવાનો બાકી છે. અમે તે મુખ્યમંત્રી સાથે કામ કરાવ્યું, જેમની પાસે કોઈ વિઝન જ ન હતું. બિહારમાં હજુ તો ખેલ શરૂ થયો છે, ખેલા થવાનો હજુ બાકી છે. અમે ગુસ્સામાં નથી અને નારાજ પણ નથી. હજુ તો ખેલ શરૂ થયો છે. હજુ ઘણું બધું બાકી છે. હું જે કહું છું, તે કરું છું, જનતા અમારી સાથે છે. અમે અમારા કામનું ક્રેડિટ કેમ લઈએ. પહેલાથી જ નીતીશ કુમાર કહેતા હતા કે, નાણાં ક્યાંથી આવશે. મુખ્યમંત્રી જેને અશક્ય કહેતા હતા, અમને તેમને શક્ય કહેવાનું શીખવાડ્યું. અમે લોકોએ તેમની પાસેથી કામ કરાવ્યું. અમે લોકોએ સંયમ સાથે ગઠબંધનના ધર્મનું પાલન કર્યું. હવે હું ભાજપને શુભકામના પાઠવવા માંગું છું. નાયબ મુખ્યમંત્રી તરીકે રાજદના લોકોએ ઘણું કામ કર્યું, જે આ લોકોને પચી રહ્યા નથી. અમે ઘણી આશા સાથે સરકાર બનાવી હતી. તેનાથી ઈન્ડિયા ગઠબંધનમાં કોઈ ફરક નહીં પડે, તે મજબૂત છે.'


Google NewsGoogle News