‘જીતેલા ઉમેદવારના ઘરે પોલીસે દરોડા પાડ્યા, પણ કાંઈ ન મળ્યું’ અખિલેશે VIDEO શેર કરી ભાજપ સાધ્યું નિશાન

Updated: May 25th, 2024


Google NewsGoogle News
‘જીતેલા ઉમેદવારના ઘરે પોલીસે દરોડા પાડ્યા, પણ કાંઈ ન મળ્યું’ અખિલેશે VIDEO શેર કરી ભાજપ સાધ્યું નિશાન 1 - image


Akhilesh Yadav Attack on BJP : ઉત્તર પ્રદેશના આંબેડકરનગરના સમાજવાદી પાર્ટીના ઉમેદવાર લાલજી વર્મા (Lalji Verma)ના નિવાસસ્થાને પોલીસે દરોડો (Police Raid) પાડતા સપા પ્રમુખ અખિલેશ યાદવે દરોડાનો વીડિયો શેર કર્યો છે. તેમણે લાલજી વર્માનું સમર્થન કરી ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ લોકસભા ચૂંટણી હારી રહી છે. ક્યારેય ન જોઈએ ભાજપ...

આ હાર જોઈ બેઠેલી ભાજપની હતાશા : અખિલેશ

અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ટ્વિટ કર્યું છે કે, ‘સમાજવાદી પાર્ટીના જીતી રહેલા ઉમેદવાર લાલજી વર્માના ઘરે પોલીસ મોકલી દરોડો પડાયો, પરંતુ પોલીસને કંઈ મળવાનું ન હતું અને મળ્યું પણ નથી. લાલજી વર્માની ઈમાનદારીની છબિ બગાડવા આ કૃત્ય કરાયું છે. ઘોર નિંદનિય... આ હાર જોઈ બેઠેલી ભાજપની હતાશા છે.’

આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કામાં આજે મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં હરિયાણાની બધી જ 10 અને દિલ્હીની બધી જ 7 બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ઓડિશાની 42 વિધાનસભા બેઠકો પર પણ મતદાન ચાલી રહ્યું છે.


Google NewsGoogle News