'મને ના છંછેડો, અમારી સામે ટકી નહીં શકો', રાહુલ અને સોનિયા ગાંધી પર ભડક્યા અકબરુદ્દીન ઓવૈસી
- AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો
- આ સમગ્ર વિવાદ તેલંગાણામાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક ભાષણથી શરૂ થયો
હૈદરાબાદ, તા. 30 સપ્ટેમ્બર 2023, શનિવાર
AIMIM સાંસદ અને પાર્ટી ચીફ અસદુદ્દીન ઓવૈસીના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ એક કાર્યક્રમ દરમિયાન સોનિયા ગાંધી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, મને ના છંછેડો અમારી સામે તમે ટકી નહીં શકશો.
ચંદ્રાયગુટ્ટામાં એક કલ્યાણ કાર્યક્રમમાં AIMIM ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીએ સોનિયા ગાંધી અને કોંગ્રેસ પાર્ટીને લઈને કહ્યું કે, મજલિસ પર આરોપ લગાવનારા તામારા આકા, તમારી અમ્માએ એક પણ ઈમારત બનાવી. કોઈ ગાંધીએ બનાવી? શું મોદીએ બનાવી? માત્ર ઔવેસીએ આવી મોટી ઈમારત બનાવી.
અકબરુદ્દીને આગળ કહ્યું કે, ઔવેસી ક્યાંથી આવ્યા એમ પૂછવામાં આવે છે. મને ના છંછેડો. કોંગ્રેસના ગુલામો હું તમને પૂછવા માંગુ છું કે, તમારી અમ્મા ક્યાંથી આવી? તમે મને ના છંછેડો. તમે અમારી સામે ટકી નહીં શકશો. તેમની પાસે પોતાનું કંઈ નથી. તેમની પાસે ઈટાલી વાળા અને રોમ વાળા છે બસ. એ લોકો બધુ બહારથી લાવે છે. તેઓ બહાર વાળા પર નિર્ભર છે અને અમે અલ્લાહ પર નિર્ભર છીએ.
ઓવૈસીનો રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર
આ અગાઉ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રાહુલ ગાંધીને હૈદરાબાદથી ચૂંટણી લડવા માટે ખુલ્લો પડકાર ફેંક્યો હતો. ઔવેસીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી વાયનાડથી નહીં પરંતુ હૈદરાબાદથી ચૂંટણી જીતીને બતાવો. આ સાથે જ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસ માત્ર મોટી-મોટી વાતો જ કરે છે. રાહુલ ગાંધી મારી સામે મેદાનમાં આવો અને મારા વિરુદ્ધ ચૂંટણી લડો, હું તૈયાર છું.
આ સમગ્ર વિવાદ તેલંગાણામાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા એક ભાષણથી શરૂ થયો છે. ત્યારબાદથી જ AIMIM ચીફ અને તેમની પાર્ટીના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.
કેવી રીતે શરૂ થયો વિવાદ
રાહુલે રેલીમાં ઓવૈસીની નીતીઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને કહ્યું હતું કે, તેમની વિચારધારા નફરત વાળી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રેલીમાં આક્રમક થઈને કહ્યું હતું કે, ઓવૈસી-બીજેપીની 'નફરતની વિચારધારા' ફેલાવે છે. ઓવૈસી ભાજપ સાથે નફરત અને વિભાજનની વિચારધારાની ભાગીદાર છે અને બંને પક્ષોની વિચારસરણી સમાન છે. કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા અસદુદ્દીન ઓવૈસી પર આ પહેલો સીધો અને તીક્ષ્ણ પ્રહાર હતો.