Get The App

અજમેરમાં ખ્વાજા સાહેબના ઉર્સ પહેલાં મોટી કાર્યવાહી, દરગાહ નજીકમાં બુલડોઝરવાળી થતાં ખળભળાટ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
અજમેરમાં ખ્વાજા સાહેબના ઉર્સ પહેલાં મોટી કાર્યવાહી, દરગાહ નજીકમાં બુલડોઝરવાળી થતાં ખળભળાટ 1 - image


Ajmer Bulldozer Action: અજમેરમાં ખ્વાજા ગરીબ નવાઝના 813માં ઉર્સ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશને દરગાહ વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ સામે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ગુરુવારે કોર્પોરેશનના બુલડોઝર અંદરકોટ, ઢાઈ દિન કા ઝોપડા, દિલ્હી ગેટ અને દરગાહ વિસ્તારના અન્ય વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવા પહોંચી જતાં ખળભળાટ મચી ગયો હતો. 

કેમ કરાઈ કાર્યવાહી? 

આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. અજમેર મહાનગરપાલિકાની સાથે દરગાહ પોલીસ સ્ટેશન અને મોટી સંખ્યામાં લાઈનકર્મીઓ પણ હાજર રહ્યા હતા. આ કાર્યવાહી ગટર અને રસ્તાઓ પર ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવા માટે કરવામાં આવી રહી છે.

અજમેરમાં ખ્વાજા સાહેબના ઉર્સ પહેલાં મોટી કાર્યવાહી, દરગાહ નજીકમાં બુલડોઝરવાળી થતાં ખળભળાટ 2 - image

સામાન્ય લોકોને પડતી હતી તકલીફ 

કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર જાહેર સ્થળો પર અતિક્રમણને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. કાર્યવાહી દરમિયાન ઘણા દુકાનદારો અને સ્થાનિક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. વિરોધ વધી જતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે પોલીસે ચાર્જ સંભાળવો પડ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉર્સ પહેલા વિસ્તારને સુવ્યવસ્થિત બનાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અતિક્રમણ હટાવ્યા બાદ ટ્રાફિક અને રાહદારીઓને રાહત મળશે.

અજમેરમાં ખ્વાજા સાહેબના ઉર્સ પહેલાં મોટી કાર્યવાહી, દરગાહ નજીકમાં બુલડોઝરવાળી થતાં ખળભળાટ 3 - image


Google NewsGoogle News